અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતે જીલ્લામાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા માટે બુટલેગરો સામે શખ્ત કાર્યવાહીના આદેશના પગલે જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો સામે લાલ આંખ કરી છે જીલ્લા પોલીસતંત્ર નાના-મોટા વાહનો મારફતે થતી દારૂની ખેપ બ્રેક મારી રહી છે ટીંટોઈ પોલીસે મહાદેવગ્રામ (બાકરોલ) નજીક રિક્ષામાં 273 દેશી દારૂ પ્લાસ્ટિકની દુધિયોમાં ભરી ખેપ મારતો ઝડપી પાડી જેલના સળિયા ધકેલી દીધો હતો દેશી દારૂ ગાળતા બુટલેગરો પ્લાસ્ટિકની પોટલીયોને બદલે પ્લાસ્ટિકની દૂધી આકારની થેલીઓનો ઉપયોગ કરી પોલીસની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે
મોડાસા શહેરના સર્વોદય નગર (ડુંગરી),વિનાયક ટાંકી, રાવળ વિસ્તાર,બાયપાસ રોડ અને કસ્બા નજીક દેશી દારૂનો ધૂમ વેપલા થઇ રહ્યો છે મોડાસા શહેરમાં દેશી દારૂ વેચાણ કરતા બુટલેગરો જીવણપુર છારા નગર અને મેશ્વો નદીના પટમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ અને દારૂ ગાળવા માટે પંકાયેલ ગ્રામ્ય વિસ્તારોમાંથી દરરોજ વિવિધ વાહનો મારફ્તે હજ્જારો લીટર દારૂ લાવી બેફામ વેપલો કરી રહ્યાનું જગજાહેર છે
ટીંટોઈ પીએસઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા જીવણપુર થી મોડાસા તરફ જતા મહાદેવ ગ્રામ (બાકરોલ) રોડ પરથી સીએનજી રિક્ષામાં દારૂની ખેપ થઇ રહી હોવાની બાતમી મળતા બાકરોલ નજીક વોચ ગોઠવી બાતમી આધારિત સીએનજી રિક્ષાને અટકાવી તલાસી લેતા રિક્ષામાં પ્લાસ્ટિકના મીણીયાની તથા કાપડની થેલીઓમાં દેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકની દુધીયો (થેલી) નંગ-91માં ભરેલ 273 લીટર દેશી દારૂ કીં.રૂ.5460/- સાથે વિશ્વજીત બાબુ ભોઈ (રહે,સર્વોદય નગર,મોડાસા) ને દબોચી લઇ દેશી દારૂ અને રીક્ષા મળી રૂ.2.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી