અરવલ્લી જિલ્લાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિએ માઝા મુકી છે અખબારી અહેવાલો બાદ સક્રિય થયેલી સાઠંબા પોલીસે સાઠંબાના બંધ થઈ ગયેલા સહકારી પેટ્રોલ પંપ પાછળથી ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા ચાર શકુનિઓને ઝડપી પાડયાના અહેવાલ પ્રાપ્ત થયા છે
વધુ પ્રાપ્ત વિગતો મુજબ શનિવારના રોજ સાઠંબા પોલીસે સાઠંબા બાયડ રોડ પર આવેલા બંધ થઈ ગયેલા સહકારી પેટ્રોલ પંપ પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો કરતા સ્થળ પરથી ચાર જુગારીઓ(૧)અજયકુમાર નટવરસિંહ પરમાર ટીંબા ફળી, સાઠંબા (૨)રાજેન્દ્રસિંહ પ્રુથ્વીસિહ સોલંકી પટેલના મુવાડા (૩) મહેશકુમાર નાનસિહ બારૈયા ભાથીજી મુવાડી, સાઠંબા (૪) પ્રવિણકુમાર લાલજીભાઈ તિરગર સાઠંબાને સ્થળ પરથી ઝડપી લઈ અટકાયત કરી જ્યારે ઝાઝ ઈમ્તિયાઝ રફિકભાઈ ભાગી જતાં તેને વોન્ટેડ જાહેર કરી જુગારધારાની કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી