અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં રખડતા પશુઓને પગલે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે મેઘરજની વાંસળી પ્રાથમિક શાળાના આચાર્ય નોકરી અર્થ નીકળતા નાથવાસ ગામ નજીક રોડ પર કૂતરાને બચાવવા જતા બાઈક સ્લીપ ખાઈ જતા રોડ સાઈડ પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોડાસા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનો સહીત શિક્ષણ આલમમાં ભારે શોકની લાગણી છવાઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસાની ગુરુકુળ સોસાયટીમાં રહેતા અને શિણાવાડ ગામના મેઘરજ તાલુકાની વાંસળી પ્રાથમિક શાળાના આચાર્ય જયંતિભાઈ મસરૂભાઈ મકવાણા શનિવારે સવારે બાઈક લઇ શાળાએ નીકળ્યા હતા નાથવાસ ગામ નજીક પસાર થતા અચાનક રોડ પર દોડીને કૂતરું આવી જતા તેને બચાવવા જતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા નીચે પટકાતા માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા આજુબાજુ થી દોડી આવેલા લોકોએ તાબડતોડ જયંતીભાઈને સારવાર અર્થે મોડાસા ની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડતા તબીબોની સારવાર કારગત નીવડે તે પહેલા આચાર્યનું પ્રાણ પંખેરું ઉડી જતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી માલપુર પોલીસ દોડી આવી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી