સમગ્ર દેશમાં સાયબર ફ્રોડના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે અરવલ્લી જીલ્લામાં સાયબર ક્રાઈમ અટકાવવા SP સંજય ખરાતે વેપારીઓ અને શહેરીજનો સાથે મોડાસા ટાઉનહોલમાં જનજાગૃતિ સેમિનાર યોજ્યો હતો ત્યારે મોડાસા શહેરમાં એક મહિલાએ તેના બેંક એકાઉન્ટમાંથી 11.50 લાખ બરોબર ઉપડી ગયા હોવાની ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસ તપાસમાં મહિલાએ તેની તેના પતિની સહી કરેલ આપેલ ચેક મારફતે બેન્કમાંથી રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું બહાર આવતા મહિલાની અરજીથી વેપારીનું એકાઉંટ ફ્રિજ કરવા ખોટી અરજી આપી હોવાનું બહાર આવતા ટાઉન PSI ડાભી દંપતી સામે ખોટી ફરિયાદ અંગેનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે
મોડાસા શહેરની આઇજી રેસીડેન્સીમાં રહેતી ઝુલ્ફા લુકમાન ખેરડાએ એપ્રિલ મહિનામાં ટાઉન પોલીસ સ્ટેશનમાં તેના બેંક એકાઉન્ટ માંથી 11.50 લાખ રૂપિયા જાણ બહાર ઉપડી ગયા હોવાની અરજી આપતા ટાઉન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા જે ખાતામાં 11.50 લાખ જમા થયા હતા તે ખાતા ધારકની તપાસ હાથધરી હતી જેમાં લુકમાન ખેરડાએ કાપડના ધંધામાં ભાગીદાર તરીકે ઈમ્તિયાઝ ભાઈ પાસેથી પૈસા લીધા હતા તેના બદલમાં દંપતીએ 11.50 લાખનો ચેક આપ્યો હતો બાદમાં લુકમાન ખેરાડાએ પૈસા પરત ન આપતા ઈમ્તિયાઝ ભાઈએ તેમના બેંક ખાતમાં ચેક નાખતા ચેક જામ થયો હતો
ઝુલ્ફા લુકમાન ખેરાડાએ તેના બેંક એકાઉન્ટ માંથી 11.50 લાખ રૂપિયા ખોટી રીતે ઉપડી ગયા હોવાની ટાઉન પોલીસને અરજી આપતા ટાઉન પોલીસે તપાસ હાથધરતાં મહીલાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ખોટી અરજી આપી હોવાનું તપાસ દરમિયાન બહાર આવતા મોડાસા ટાઉન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીપી ડાભી પોતે ફરિયાદી બનીને જુલ્ફા લુકમાન ઉસ્માનગની ખેરાડા અને લુકમાન ઉસ્માનગની ખેરાડા (રહે. આઈજી રેસીડેન્સી,મોડાસા) વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી