ગોધરા,
ગોધરા તાલુકાના વિઝોલ ખાતે આવેલી શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે,જેને લઈ યુનિ પ્રશાસન દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.કથાકાર મોરારી બાપુ ખાસ ઉપસ્થિત રહેશે, અને પદવીઓ વિદ્યાર્થીઓને એનાયત કરશે.કાર્યક્રમને લઈને ડોમ રેડી કરવામા આવ્યો છે,મંત્રીઓ,ધારાસભ્યો, વિવિધ કોલેજના અદ્યાપકો,આચાર્યો,વિદ્યાર્થીઓ હાજર રહેશે
મધ્ય ગુજરાતમાં આવેલી પંચમહાલ, દાહોદ , મહીસાગર, વડોદરા ગ્રામ્ય અને છોટા ઉદેપુર જિલ્લામાં આવેલી વિવિધ કોલેજ સંલગ્ન શ્રી ગોવિંદગુરુ યુનિવર્સીટી દ્વારા ચોથા પદવીદાન સમારોહ અને સુવર્ણ ચંદ્રક એનાયત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખ્યાતનામ કથાકાર પૂજ્ય મોરારી બાપુ વિશેષ ઉપસ્થિત રહેશે,જેને લઈને તડ઼ામાર તૈયારી કરીને આખરી ઓપ આપી દેવામા આવ્યો છે. ગોધરા તાલુકાના વિંઝોલ ગામ નજીક આવેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી ખાતે આવતીકાલે પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહ યોજાશે, જેના માટેની તમામ તડામાર તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.આ કાર્યક્રમમાં ચાર હજાર ઉપરાંત વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, આ કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, કેબિનેટ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર, અને ઉચ્ચ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિત સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ માટેની તમામ તડામાર તૈયારીઓ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી ખાતે પૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં યુનિવર્સિટીની પરીક્ષાઓમાં પ્રથમ ક્રમાંકે આવનાર વિવિધ સ્નાતક તથા અનુસ્નાતક વિભાગના ૪૪ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત થનાર છે સાથે સાથે 4,074 જેટલા વિદ્યાર્થીઓને રૂબરૂમાં ડિગ્રી એનાયત કરવાનું ભવ્યાતીભવ્ય આયોજન કરાયું છે.