અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ લોકો રસ્તાના પ્રશ્ન હેરાન પરેશાન છે.
રાજ્ય સરકાર ગ્રામીણ વિકાસ માટે અનેક પ્રકારે નાણાં ફાળવી ગ્રામિણ વિકાસ કરવા માટે કટિબદ્ધ છે. પરંતુ સ્થાનિક પંચાયતોના ગેરવહીવટ અને વહાલા દવલાની નીતિના કારણે ગામડાઓ આજે પણ વિકાસથી વંચિત રહી ગયા છે.
બાયડ તાલુકાની લાંક ગ્રામ પંચાયતના ભરવાડના મુવાડા ગામે ગામની વચ્ચોવચ્ચ આવેલો મુખ્ય માર્ગ કાદવ કિચડથી ભરેલો છે. ગામના લોકો, બાળકોને ગામમાં એક ફૂટ જેટલા કાદવમાંથી પસાર થવું પડે છે.
વારંવાર ગ્રામ પંચાયત સત્તાવાળાઓને રજુઆત કરવા છતાં કોઈ જ પરિણામ આવતું નથી કાદવવાળા રસ્તામાં વારંવાર પુરાણ કરવામાં આવતાં રસ્તો ઊંચો થઈ ગયો છે અને ફળિયાઓનું વરસાદી પાણી પાછું નીચા ઘરોમાં ઘુસી જાય છે
ગામ લોકોએ લાંક ગ્રામ પંચાયતના સત્તાવાળાઓ સામે આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતના સત્તાધીશો અમારા ગામ પ્રત્યે બે ધ્યાનપણું રાખી ગામના વિકાસમાં રસ લેતા નથી જો અમારા ગામની રસ્તાની સમસ્યા ત્વરિત દૂર કરવામાં નહીં આવે તો અમો ગ્રામજનો લાંક ગ્રામ પંચાયત અને બાયડ તાલુકા પંચાયત આગળ હલ્લાબોલ કરીશું એમ જણાવ્યું હતું.