ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે જર્જરિત ઈમારતો પડવાના કિસ્સાઓ તો સામાન્ય છે, પરંતુ અરવલ્લી જિલ્લામાં જર્જરિત નહીં પરંતુ નિર્માણાધિન ઈમારતનો સ્લેબ તૂટી પડ્યાની ઘટનાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.
હાલ ચોમાસું શરૂ થઈ ચુક્યું છે તંત્ર દ્વારા પ્રિમોન્સુન પ્લાનિંગ કામગીરી પૂર્ણ કરી દીધી છે, જર્જરિત ઈમારતો, મકાનો તેમજ અન્ય એકમોને આવા જર્જરિત ભાગો ઉતારી લેવા તાકિદ પણ કરવામાં આવી હતી, આ વચ્ચે અરવલ્લી જિલ્લાના મોડાસામાં મંગળવારે સવારના અરસામાં નિર્માણાધિન બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક શ્રમિકનું મોત નિપજ્યું છે જ્યારે 2 શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે,, ઈજાગ્રસ્તોમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રત્યક્ષદર્શી શ્રમિક જણાવ્યું કે, તેઓ છજાનું પ્લાસ્ટર કરી રહ્યા હતા, તે સમય આ દુર્ઘટના ઘટી હતી.. આટલી મોટી દુર્ઘટના થવા છતાં બિલ્ડિંગના માલિક ફરક્યા ન હોવાનું જણાવ્યું હતું.
મંગળવારના દિવસે મોડાસાના માલપુર રોડ વિસ્તારમાં નિર્માણાધિન ઈમારતના સ્લેબ તૂટી પડવાની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ, પોલિસ અને એમ્બ્યુલન્સની ટીમ દોડી આવી હતી, અને તૂટી પડેલા સ્લેબ નીચે દટાયેલા બે શ્રમિકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા… સમગ્ર ઘટનાને લઇને મોડાસા નગર પાલિકાના હોદ્દેદારો પણ દોડી આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાને લઇને પ્રાથમિક તપાસ હાથ ધરી છે.. મોડાસા નગર પાલિકાના પ્રમુખે જણાવ્યું કે, બિલ્ડિંગની મંજૂરી લેવામાં આવી છે,,, પણ અંડર કન્સ્ટ્રક્શન હોવાને લઇને તે મજબૂત ન હોવાથી તૂટી હોઈ શકે..
મોડાસા શહેરમાં નિર્માણાધિન બિલ્ડિંગના સ્લેબ તૂટી પડતા એક જિંદગી બૂજાઈ ગઈ છે, આ માટે જવાબદાર કોણ તે એક સવાલ છે.. હાલ તો સમગ્ર ઘટનાને લઇને મંજૂરી સહિત સેફ્ટી સહિત નિયમોનું પાલન થતું હતું કે, કેમ, તે અંગે તપાસ જરૂરી છે..
Advertisement