ધનસુરાના ગ્રામ્ય વિસ્તારોમાં ભોળી પ્રજાને ભગવા કપડામાં છેતરવા નીકળેલા ભાગવામાં રહેલા ચાર ઠગને લોકોએ મેથી પાક ચખાડ્યો
અરવલ્લી જીલ્લાન ધનસુરા તાલુકાના લાલીના મઠ ગામમાં સાધુના વેશમાં 4 જેટલા ગુંડાઓ ગામની ભોળી મહિલાઓ સાથે ધર્મના નામે લૂંટવાનો પ્રયાસ કર્યો હતો ગામની મહિલાઓ પાસેથી દાનના નામે મોટી રકમ પડાવી રફુચક્કર થતા ગામમાં જાગૃત યુવકોને જાણ થતા ગામની મહિલાઓને ઠગી લેનાર ઠગનો પીછો કરી ગોપાલપુરા નજીકથી ઝડપી પાડી દોડાવી દોડાવીને માર મારતા સાધુ વેશમાં રહેલા ઠગો માફી માંગી રિક્ષામાં બેસી નાસી છૂટ્યા હતા સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી હતી અને આવા ધુતારાઓ સામે આક્રોશ ફેલાયો છે
પ્રાપ્ત માહિતી અનુસાર,ધનસુરા તાલુકાના લાલીના મઠ ગામમાં ભગવા કપડાં પહેરી ચાર ઠગ સાધુ મહિલાઓની એકલતાનો લાભ લઇ મહિલાઓને તેમના ઘરમાં પ્રોબ્લેમ હોવાનું જણાવી મૈયા તેરા ભલા હોગા….સાધુ કો દક્ષિણા દે કહી મહિલાઓ પાસેથી બળજબરી રૂપિયા પડાવતા અને મહિલાના હાથમાં રહેલા કડા ઉતારવાનો પેતરો રચાતા જાગૃત મહિલાએ વિરોધ કર્યો હતો ગામમાં ચાર ઠગ ભગત મહિલાઓ અને બાળકોને હેરાન કરતા હોવાની ગામના જાગૃત યુવકોને જાણ થતા તાબડતોડ ઘરે દોડી આવ્યા હતા અને ભોગ બનનાર મહિલાઓની વાતો સાંભળી ચોંકી ઉઠ્યા હતા અને ચારે ઠગનો પીછો કરી દોડાવી દોડાવી માર માર્યો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં એક મહિલા ઠગ ભગતોને ગાળો બોલવાની સાથે છોરા બૈરાંને વીતાડવાનું ક્યાં આવે છે કહીં આક્રોશ ઠાલવ્યો હતો