વારંવાર એક જ સ્થળે બસ ફસાવાના બનાવથી લોકોએ હોબાળો મચાવ્યો,તંત્ર મૂક પ્રેક્ષક
Advertisement
વિજયનગર શહેરમાં બજારમાંથી પસાર થતા રસ્તે બસ સ્ટેન્ડ નજીક પુલના ઢાળ ઉપર આ બસ જમીન સાથે ચોંટી ગઈ હોય એમ ફસાઈ જતા અન્ય વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.ભિલોડા,ચિઠોડા થઈ વિજયનગર આવતી આ બસનો આગળનો ભાગ બિલકુલ પુલના ઢાળ ઉતરતી વેળાએ આમ જ નમસ્કાર કરતી હોય એમ ફસાઈ ગયેલી જણાય છે. આ અગાઉ ગઈ તા.૧૯.૬.૨૦૨૩ના રોજ આ જ સ્થળે એસટી બસ આ જ રીતે ફસાઈ હતી તેના દસ દિવસ બાદ આજ આ સ્થળે વિજયનગર આવતી આ બસ ફસાઈ ગઈ છે.આ પુલની ડિઝાઇન મુદ્દે અનેકવાર લોકોએ હોબાળો મચાવી ઉપરાછાપરી અનેક રજૂઆતો આ પુલના ઢોળાવની ડિઝાઇન બદલવાની કે વાહનવ્યવહાર લાયક ઢાળ પાડવાની તંત્રને ફુરસદ નથી