ગોધરા,
ક્રેસન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેન્નઈ તમિલનાડુ ખાતે તારીખ 19 થી 25 જૂન 2023 દરમિયાન નેશનલ કક્ષાનો નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પ આયોજિત થયો હતો. જેમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 11 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાંથી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થી શ્રી સિદ્ધાર્થ સિંહ સોલંકી કે જેઓ બીએસસી સેમ પાંચમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓએ પસંદગી પામી અને કોલેજને અને યુનિવર્સિટીને ચેન્નાઈ ખાતે રીપ્રેઝન્ટ કરી હતી. તેઓએ ગ્રુપ ડાન્સ, ગ્રુપ સોંગ ઉપરાંત તલવાર બાજી જેવા કાર્યક્રમો ખાસ આપ્યા હતા અને ગુજરાતને નેશનલ લેવલે પ્રેઝન્ટ કર્યું હતું. પંચમહાલ જિલ્લા અને કોલેજનું નામ રોશન કરવા બદલ કેમેસ્ટ્રી વિભાગના અધ્યક્ષ ડો. રમાકાંત પંડ્યા, પ્રિન્સિપાલ ડો એમ બી પટેલ સાહેબ, એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડો રૂપેશ એન નાકર અને હંસાબેન ચૌહાણ, ઉપરાંત યુનિવર્સિટી માંથી પ્રોગ્રામ કોડીનેટર શ્રી મયંક શાહ અને અન્ય અધિકારીઓએ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવામા આવી હતી.