અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવેલા જનમંચ કાર્યક્રમમાં મહિલાઓએ રોશાવ્યો અને તેમના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાતું હોવાનું જાહેરમાં કરતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા,, તો બીજી બાજુ કોંગ્રેસે પણ દારૂના વેચાણને લઇને પ્રહારો કર્યા.
અરવલ્લી જિલ્લા ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો જેમાં કોંગ્રેસનાના નેતા અમિત ચાવડા હાજર રહ્યા હતા ઉપરાંત જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ હોદ્દેદારો અને કોંગ્રસ ના પૂર્વ ધારાસભ્ય સહીત અનેક કોંગ્રેસ ના આગેવાનો હાજર રહ્યા હતા.કોંગ્રેસ ના જન મંચ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા વિવિધ તાલુકાના લોકોએ જેવા કે મેઘરજ બાયડ ધનસુરા ભિલોડા મોડાસા ના લોકોએ પોતાના પ્રશ્રો ની રજુઆત કરી હતી મોડાસા માં ખાસ ગટર લાઈન તેમજ એક મહિલા દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે મોડાસામા સર્વોદય વિસ્તાર તમેજ ડુંગરી વિસ્તારમાં દારૂનું જાહેરમાં ખુલ્લે આમ વેચાણ થઇ રહ્યું છે તેવો ઘટસ્ફોટ કર્યો હતો તેમજ રસ્તાને લગતા વિવિધ પ્રશ્નો ને રજુ કર્યા હતા વધુમાં ખેડૂતો માટે પણ એક નેવું વર્ષના દાદા દ્વારા ખેડૂતની વેદના વ્યકત કરી હતી અને કહ્યું હતું કે આજે પણ રાત્રીના સમયે લાઈટ આપવામાં આવે છે અને ખેડૂતો ને પોષણ યુક્ત ભાવ પણ મળતા નથી જેવા પ્રશ્નો ની રજુઆત કરી હતી. આમ આજના આ કોંગ્રેસ ના જનમંચકાર્યક્રમ માં અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો અને લોકોના પ્રશ્નો સંભારી સરકારમાં રજુઆત કરશું તેવું આશ્વાસન આપ્યું હતું
મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે આયોજિત કરવામાં આવેલા જનમંચ કાર્યક્રમમાં વીજળી, પાણી તેમજ રોડ સહિતની અલગ અલગ સમસ્યાઓને લઇને સ્થાનિક લોકોએ પોતાની રજૂઆત કરી હતી. છેલ્લા ઘણાં સમયથી મોડાસા શહેરમાં ચાલી રહેલી ગટર બનાવવાની કામગીરીથી લોકો કેટલા ત્રસ્ત થયા છે, જેને લઇને પણ આક્રોશ ઠાલવ્યો હતો.