પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે આવેલી જીઆઈડીસી વિસ્તારમાં આજે કરુણાંતિકા સર્જાઈ છે.જેમા મધ્યપ્રદેશના ધાર જીલ્લામાંથી મજુરી કામ અર્થ આવેલા પરિવારના સભ્યો પર અચાનક દિવાલ પડી હતી. જેમા 8 લોકો દટાયા હતા,જેમા 4 બાળકોના કરુણ મોત થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.
હાલોલ ખાતેની જીઆઇડીસીમાં બનવા પામી છે. જ્યાં મધ્યપ્રદેશના ધાર જિલ્લાથી મજૂરી કામ આર્થે હાલોલ આવેલા પરિવારના સભ્યો પર અચાનક દિવાલ પડી હતી. જેમાં 8 લોકો દટાયા હતા, અને આ કરૂણ દુર્ઘટનામાં 4 બાળકોએ જીવ ગુમાવ્યો છે ધાર જિલ્લાથી ભૂરીયા અને ડામોર પરિવારના સભ્યો મજૂરી કામ અર્થે આવ્યાં હતા. જ્યાં એક ખાનગી કંપનીમાં તેઓ કામ કરી ગુજરાન ચલાવતા હતા. વહેલી સવારથી ઘોધમાર વરસાદ વરસવાનુ શરૂ થયું હતુ. તેવામાં આ પરિવારના સભ્યો જીઆઇડીસીમાં બહાર નિકળ્યા હતા. ત્યાં એક ખાનગી કંપનીની દિવાલ ધસી પડી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને તંત્ર દ્વારા તાત્કાલીક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ દુર્ઘટનામાં 4 માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્યને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ઇજાગ્રસ્તો પૈકી 5 વર્ષીય આલીયા જીતેન્દ્રભાઇ ડામોરને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાવામાં આવી છે. જોકે આ દુર્ઘટના કંઇ રીતે ઘટી અને તેની પાછળ કોણ જવાબદાર તે દિશામાં હાલ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહીં છે.પ્રાથમિક તારણ વરસાદને કારણે દિવાલ ઘસી પડી હોવાનુ જાણકારી મળી રહી છે.