ઈદ-ઉલ અઝહા પર્વ પ્રસંગે બકરી ઈદ ની ઉજવણી માં મુસ્લિમ બિરાદરોએ માલપુર રોડ પર આવેલી ઇદગાહ મસ્જિદે નમાજ અદા કરી હતી મુસ્લિમ બિરાદરોએ એક બીજાને મળીને ઈદ મુબારક પાઠવ્યા હતા મોડાસા શહેરમાં બકરી ઈદ નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો મોડાસા શહેર સહીત જીલ્લામાં મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદની ઉજવણી કરી ઈબાદત કરી હતી
અરવલ્લીના મોડાસા ખાતે મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદ ની ભવ્ય રીતે ઉજવણી કરી હતી.મોડાસા ની માલપુર રોડ પર આવેલી ઇદગાહ મસ્જિદ ખાતે હજારો મુસ્લિમ ભાઈઓ એ નમાજ પઢી હતી .નમાજ અદા કર્યા બાદ બકરી ઈદ ની એક બીજાને મળીને ઈદ મુબારક પાઠવ્યા હતા. બકરી ઈદ નો તહેવાર ત્યાગ ,સમર્પણ અને બલિદાન આપવા ની ભાવના સાથે જોડાયેલો છે. આ તહેવાર થી સમાજ ના દરેક નાગરિકે પોતાના કુટુંબ, સમાજ, ધર્મ તેમજ રાષ્ટ્ર પ્રેમ માટે ત્યાગ અને બલિદાન આપવાનો સંદેશ અપાય છે. બકરી ઈદ દિને બકરાની કુરબાની આપી મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદની ઉજવણી કરી હતી. મોડાસા ટાઉન પોલીસે પૂરા બંદોબસ્ત સાથે નમાજ અદા કરાવી હતી . મુસ્લિમ બિરાદરોએ પોલીસ સ્ટાફ ,નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો, અરવલ્લી કલેકટર ,અરવલ્લી એસ પી તેમજ મોડાસા નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.