ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર પણ ચોમાસાએ એ શરૂઆત કરી દીધી છે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવી તો અરવલ્લી જિલ્લાની અંદર આજે વહેલી સવારથી જ એકદમ અચાનક વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું જેના કારણે અરવલ્લી જિલ્લાના માલપુર તેમજ મેઘરજ તાલુકો તેમજ મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર સારો એવો વરસાદ વરસ્યો હતો.જેમાં વાત કરીએ તો મોડાસા તાલુકાની અંદર વાણીયાદ, નહેરુકંપા વાવ કંપા ની આજુબાજુના વિસ્તારોની અંદર બપોરના સમયે આશરે બે કલાકમાં એક ઇંચ થી પણ વધુ વરસાદ પડ્યો હતો અને ખેતરોની અંદર ઢીંચણ સમા પાણી ભરાયા હતા
ખેડૂતો સાથે વાતચીત કરતા ખેડૂતોએ જણાવ્યું હતું કે આ ચોમાસાનો પહેલો જ વરસાદ છે અને ખેતી માટે ખૂબ ઉપયોગી છે ત્યારે ખેડૂતોની અંદર પણ ખુશી જોવા મળી હતી ત્યારે ખેડૂતોએ એ પણ જણાવ્યું હતું કે આ વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે ત્યારે જે વાવણી કરેલું પાક છે એને પણ જીવત દાન મળ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો મોડાસા સહિત અનેક પંથકની અંદર હાલ તો ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ધરતી પુત્રો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે