28 C
Ahmedabad
Friday, September 22, 2023

અરવલ્લી કલેક્ટર કચેરી ખાતે સ્વાતંત્રય સેવાના પરિવારજનોને કલેક્ટરના હસ્તે સન્માન


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દેશને સ્વતંત્રતા અપાવવામાં અમૂલ્ય યોગદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોને અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક દ્વારા જિલ્લાના ત્રણ સ્વાતંત્રતા સેનાનીના પરિવાર સભ્યોનું સાલ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા. જેમાં સ્વ. આનંદીલાલ હરિશંકર દાસ પંડ્યા, સ્વ. નટવરલાલ ચુનીલાલ મહેતા, સ્વ જયંતીલાલ દલસુખદાસ રામી ના પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા. આઝાદીની લડત દરમિયાન આ સ્વતંત્રતા સેનાનીઓએ પોતાની કે પોતાના પરિવારોની ચિંતા કર્યા વગર આઝાદીની લડતમાં પોતાની જાતને હોમી દીધી. જેમાં સ્વદેશી ચળવળ, નોકરી ધંધાને તિલાંજલી આપવી, વિદેશી કાપડના બહિષ્કારની ઝુંબેશમાં  અને એવી અનેક ગતિ વિધિઓમાં ભાગ ભજવીને દેશને આઝાદી અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેવા સ્વતંત્રતા સેનાનીઓના પરિવારોને સન્માનિત કરીને આજે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર ગૌરવની લાગણી અનુભવે છે.

Advertisement

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા રમતગમત અધિકારી ઉપસ્થિત રહ્યાં

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!