અરવલ્લી જિલ્લામાં દિન પ્રતિદિન નશીલા પદાર્થોને ઘૂસાડવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દારૂ ઘૂસાડવાની ઘટનાઓને પોલિસ તો રોજેરોજ પર્દાફાશ કરતી હોય છે. મેઘરજ તાલુકાના પોલીસ ચેકિંગ દરમિયાન હતી ત્યારે વાહનમાંથી પોલિસે પોશડોડાનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે.
મેઘરજના ઉંડવા ચેકપોસ્ટ બોર્ડર પર વાહન ચેકીંગ દરમિયાન ડાલા માં ભરી ને લવાતા 4,96,800 રૂપિયાની કિંમતના પોશ ડોડાનો જથ્થો ઝડપાયો હતો. મેઘરજ પી એસ આઇ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન ડાલામાં લવાતા પોશ ડોડાના જથ્થાને પકડી પાડ્યો હતો. પોલિસે 9,97,800 નો મુદ્દામાલ ઝડપી સપાટો બોલાવ્યો હતો. આ સાથે જ વધુમાં પોલીસે રાજસ્થાન પ્રતાપગઢ ના દિલાવર સુખલાલ વજેરામ આંજણા અને પુષ્કર જગદીશ ડાલું મીનાની ધરપકડ કરી હતી જ્યારે હર્ષિત સેન,મશરામ વેલા રામ ચૌધરી અને દુદારામ મંગા રામ ને વોન્ટેડ જાહેર કરાયા હતા મેઘરજ પોલીસે 165.600 કિ.ગ્રા.પોશ ડોડાનો જથ્થો કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી