34 C
Ahmedabad
Sunday, March 16, 2025

સાબર ડેરીની 59 મી જનરલ સભામાં 18.50 ટકા દૂધનો ભાવ વધારો જાહેર કર્યો: તેમ જ આગામી સમયની ચુંટણી માટે વિવિધ નિયમો બનાવતાં સ્થાનિક કક્ષાએ વિરોધ પણ સર્જાયો


સાબર ડેરીમાં બદલાયેલા પેટા નિયમો બાબતે બાયડના ધારાસભ્ય ધવલસિંહે સામાન્ય દુધમંડળીઓને નુકશાન જવાની સંભાવના વ્યક્ત કરી

Advertisement

સાબર ડેરીમાં પશુપાલકોના હિત મામલે કોઈ અવાજ ઉઠાવે તો તે કોઈનો વ્યક્તિગત વિરોધ નથી પરંતુ ચાર લાખ પશુપાલકોના હિત માટેની વાત છેઃધારાસભ્ય ધવલસિહ

Advertisement

સાબર ડેરી દ્વારા આજે તેની 59 મી જનરલ સભા યોજવામાં આવી હતી જેમાં છેલ્લા એક વર્ષથી દૂધના ભાવ વધારાની રાહ જોતા પશુપાલકો માટે 18.50 ટકા જેટલો ભાવ વધારો જાહેર કરાયો છે જે આગામી ત્રણ તારીખ સુધીમાં પશુપાલકોના એકાઉન્ટમાં પહોંચશે. સાથો સાથ 59 મી જનરલ સભા અંતર્ગત આગામી સાબર ડેરીની ડિરેક્ટર પદ માટેની ચૂંટણી માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કરાયો છે જેમાં હવેથી ડિરેક્ટર પદ માટે પાંચ લાખનું શેર ભંડોળ ધરાવનારી મંડળી જ તેની ઉમેદવારી કરી શકશે તેમજ 3500 લિટર દુધ ભરાવનાર ચેરમેન જ ડિરેક્ટર પદ માટે લાયક ગણાશે જોકે અચાનક કરાયેલા આ નિયમોના પગલે સાબર ડેરીની જનરલ સભામાં વિરોધાભાસ સર્જાતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નિયમોના પગલે સામાન્ય ડેરીઓને ભારે નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરી છે.
સાથો સાથ સાબર ડેરીમાં હાલના ડિરેક્ટર પદ ટકાવી રાખવા માટે આવા નિયમો કરાયા હોવાનું આક્ષેપ કર્યો છે.
જોકે આ તબક્કે બાયડના ધારાસભ્યએ અમુલ ફેડરેશન સહિત સાબરડેરીના ચેરમેનને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે સાબર ડેરીમાં પશુપાલકોના હિત મામલે કોઈ અવાજ ઉઠાવે તો તે કોઈનો વ્યક્તિગત વિરોધ નથી પરંતુ ચાર લાખ પશુપાલકોના હિત માટે ની વાત છે. સાથે સાથે આજે લેવાયેલા નિર્ણયો એ નાની મંડળીઓ સહિત પશુપાલકોના હિતમાં લેવાયેલ નિર્ણય નથી જેથી હું તેનો વિરોધ કરું છું તેમ જ આગામી સમયમાં મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા સહિત જરૂર પડે આંદોલન ના માર્ગે પણ આગળ વધીશું

Advertisement

જોકે 900 થી વધારે દૂધ મંડળીઓ ધરાવનારી સાબર ડેરી માં હાલના તબક્કે વિવિધ વિરોધાભાસ વચ્ચે આગામી સમયમાં યોજાનારી સાબર ડેરીની ચૂંટણી માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કરાયા છે જે હકીકત છે. જોકે તેનાથી કેટલો ફાયદો પશુપાલકોને થશે એ તો સમય જ બતાવશે…!!!

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!