asd
26 C
Ahmedabad
Wednesday, October 9, 2024

ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં 8 મહાનગર પાલિકાના કમિશનર સાથે બેઠક


આરોગ્ય મંત્રી એ વર્ચ્યુઅલ બેઠક યોજીને રાજ્યની ૮ મહાનગરપાલિકાના કમિશનર સાથે વિવિધ આરોગ્યલક્ષી મુદ્દે વિગતવાર ચર્ચા કરી હતી,

Advertisement

આ બેઠકમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહાનગરપાલિકાઓમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર , UPHCમાં જરૂરી માનવસંસાધનની પૂર્તિ કરવાનો એક્શન પ્લાન સત્વરે તૈયાર કરીને જરુરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
વધુમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ, રોગચાળા નિયંત્રણ, ૧૦૮ ની સેવાઓ,કુપોષણ, બાળ મૃત્યુદર માતા મૃત્યુદરમાં ઘટાડો જેવા વિષયો પર પણ વિગતવાર ચર્ચા – વિચારણા હાથ ધરાઇ હતી.

Advertisement

રાજ્યના શહેરી વિસ્તારમાં વાહક જન્ય રોગોનું પ્રમાણ ઘટાડવા પગલા લેવા, ટેલી કન્સલટેશનો વ્યાપ વધારવા, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગવંતુ બનાવીને ટીબીને જળમૂળમાંથી નાથવાની દિશામાં સધન પ્રયાસો હાથ ધરવા માટે મંત્રીએ આ બેઠકમાં અનુરોધ કર્યો હતો.

Advertisement

આ બેઠકમાં આરોગ્ય વિભાગ અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, આરોગ્ય કમિશ્નર શાહમિના હુસેન , NHMના ડાયરેક્ટર રેમ્યા મોહન, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!