30 C
Ahmedabad
Thursday, May 16, 2024

CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદથી સર્જાયેલી સ્થિતિ અંગે સમિક્ષા કરી, SEOC ની મોડી રાત્રે મુલાકાત લીધી


• મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા અને સંબંધિત જિલ્લા તંત્રોને માર્ગદર્શન આપવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મોડી રાત્રે મુલાકાત લીધી હતી.
• ખાસ કરીને જામનગર, જુનાગઢ, કચ્છમાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવનને જે અસર પડી છે તેની વિગતવાર માહિતી તેમણે મેળવી હતી.
• મુખ્ય સચિવ રાજકુમાર, રાહત કમિશનર આલોક પાંડે તેમજ વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.
• મુખ્યમંત્રીએ નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતના અન્ય બચાવ રાહત કામો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી હતી.

Advertisement

ભારતીય હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર આવતી કાલે રાજ્યમાં વરસાદ નું પ્રમાણ ઘટશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમ છતાં જિલ્લા તંત્ર વાહકોને સતર્ક રહેવા સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે મોબાઈલ ફોન દ્વારા વાત કરીને સમગ્ર જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદ તેમજ વિસાવદર તાલુકાના ગામોમાં ભરાયેલા પાણી, લોકોના સ્થળાંતર ની જરૂરિયાત વગેરે ની પણ માહિતી લીધી હતી
ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાlના અંજારમાં પડેલા વરસાદ અને તેને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે કલેકટર સાથે વાત ચીત કરી હતી. અંજારમાં તળાવ છલકાવા તેમજ અંજાર નજીક નો ડેમ ઓવરફલો થવાની સ્થિતિ માં માર્ગો પર પાણી ભરાવા ને કારણે વાહન વ્યવહાર કે જનજીવન ને અસર ના પડે તે માટે પણ મુખ્ય મંત્રીએ જરૂરિયાત મુજબ યોગ્ય કાર્યવાહી કરવા સૂચવ્યું હતું.

Advertisement

આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે કચ્છ જામનગર જૂનાગઢ તેમજ નવસારી જિલ્લામાં એન ડી આર એફ ની ટીમો એમ કુલ ૪ ટીમો જિલ્લા તંત્રની મદદ માટે મોકલવામાં આવી છે. એસ ડી આર એફ ની બે ટીમ જૂનાગઢ અને જામનગર માં મોકલી દેવાઈ છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામકે ગુજરાત માં દર વર્ષે ચોમાસામાં આ સમયે પડતા વરસાદ કરતા ઘણો વધુ વરસાદ પડ્યો છે તેની વિગતો બેઠકમાં આપી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!