અરવલ્લી જિલ્લાની અંદર ગતરાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેની અંદર મોડાસા થી લઈને બાયડ તેમજ ધનસુરા, મેઘરજ અને ભિલોડામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા જેમાં વાત કરવામાં આવે તો ગતરાત્રિએ મેઘરજમાં પણ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો ભારે પવન અને વીજળી ના કારણે કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં લાઈટ ગુલ થઇ હતી તો કેટલાક વિસ્તારમાં વીજળી ભારે કડાકા સંભરાયા હતા ભારે વરસાદ ને કારણે મેઘરજના કેટલાક વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા તો બીજી તરફ કડાકા અને ભડાકા સાથે જે વરસાદ વરસ્યો હતો.જેમાં મેઘરજનગર ની અંદર ઘર આગળ પાર્ક કરવામાં આવેલી જે એકટીવા હતી એ એકટીવા ઉપર વીજળી પડતા વીજળીની લપેટમાં એકટીવા બળીને ખાખ થઈ ગઈ હતી