31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત મોડાસા થી રાજેન્દ્રનગર સુધીનો રોડ બિસ્માર, સમારકામ માટે કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત

મોડાસા થી રાજેન્દ્રનગર સુધીનો રોડ બિસ્માર, સમારકામ માટે કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત

0

અરવલ્લી જિલ્લાના મુખ્ય માર્ગોની હાલત બિસ્માર હોવાના પુરાવાઓ સામે આવ્યા છે. જિલ્લાના વિવિધ માર્ગો પર મોટા ખાડાઓ હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે, આ વચ્ચે મોડાસા થી રાજેન્દ્રનગર ચોકડી પર ખાડાઓ પુરવા કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન ડો.ચિરાગ ઉપાધ્યાયે કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે કે, મોડાસા થી રાજેન્દ્રનગર જતા માર્ગે મોટા ખાડાઓ પડી ગયા છે. હાઈવે પર ખાડાઓ પડી જવાથી અકસ્માતની ભીતી સેવાઈ રહી છે અને કોઇપણ સમયે નાના વાહન ચાલકોને અકસ્માત નડી શકે એમ છે. તાત્કાલિક રોડનું સમારકામ હાથ ધરવામાં આવે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!