38 C
Gujarat
Sunday, July 12, 2026
Home શિક્ષણ સી.એમ.સુથાર હાઇસ્કૂલમાં અનેકવિધ કાર્યક્રમ યોજાયો

સી.એમ.સુથાર હાઇસ્કૂલમાં અનેકવિધ કાર્યક્રમ યોજાયો

0
352

મોડાસા તાલુકાના મરડિયા – જીતપુર ખાતે સી. એમ.સુથાર હાઈસ્કૂલ માં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો, જેમાં આગામી યોજાનારી બૉર્ડમી પરીક્ષામાં બેસનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી વિદાય અપાઇ હતી. વિદ્યાર્થીઓ પરીક્ષામા ચિંતામુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. આ સાથ જ  કેશાપુર ગામ ની દીકરી મકવાણા જાનવી બેન દશરથસિંહ ધોરણ 12 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ શ્રીમતી સી. એમ. સુથાર હાઈસ્કૂલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સાથે જ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલા 3 શિક્ષકોને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. શાળામાં ઘણા વર્ષોથી શિક્ષણનું જ્ઞાન પીરસતા જોશી મનોજ ભાઈ, મકવાણા ગંભીર સિંહ અને પટેલ ધૂળકભાઈ નો વિદાય સમારંભ યોજાયો, જેમાં સંસ્થા ના પ્રમુખ  શામળભાઈ પટેલ ટ્રસ્ટીગણ બીપીનભાઈ પટેલ, બી. એડ. કોલેજ સુધાબેન વ્યાસ અને ગજાનન ઠાકર સાહેબ ની હાજરી યોજાયો હતો જેમાં સ્થાનિક અગ્રણી પ્રભુદાસ પટેલ તેમજ ભીખુસિંહ પરમાર પણ વિદ્યાર્થીઓ ને આર્શીવાદ આપવા હાજર રહ્યા હતા કાર્યકમ ને સુંદર બનાવવા શાળા પરિવાર આયોજન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!