સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધે નું સુત્ર આપવા માં આવ્યું છે અને કરોડો રૂપિયા ની ગ્રાન્ટ પણ ફળવાય છે પરંતુ આજે પણ એવા કેટલાક ગામડાઓ છે કે જ્યાં તંત્ર દ્વારા શાળા ના નવા મકાનો ના બનાવવા ના કારણે શિયાળો,ઉનાળો ચોમાસુ બહાર ખુલ્લા માં અભ્યાસ કરવા મજબુર બનવું પડે છે વાત છે અરવલ્લી જિલ્લા ના મેઘરજ તાલુકા ના લીંબોદરા પ્રા શાળા નં 4 ની આ શાળા નું મકાન જર જરીત હતું જેથી એક વર્ષ અગાઉ તંત્ર દ્વારા નોનયુઝ કરાયું હતું અને મકાન પાડી દીધું હતું.
આ પ્રા શાળા માં ધોરણ 1 થી 5 ના લગભગ 35 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે શાળા નું મકાન પાડી દીધા બાદ આ વિદ્યાર્થીઓ અન્ય કોઈ વિકલ્પ ના હોવાના કારણે શાળા ના પ્રાંગણ માં ખુલ્લા માં ઝાડ નીછે બેસી ને અભ્યાસ કરવા મજબુર બન્યા છે ત્યારે ગ્રાઉન્ડઝીરો થી અહેવાલ તૈયાર કરાયો અને આવતીકાલ નું ભવિષ્ય ગરીબ વિદ્યાર્થીઓ ની દયનિય સ્થિતિ તંત્ર સુધી પહોંચાડવા નો પ્રયત્ન કર્યો છે હાલ ચોમાસા ની સિઝન છે ત્યારે વાવાજોડા સાથે વરસાદ ની પણ શકયતા છે ત્યારે ખુલ્લા આકાશ નીચે વૃક્ષ ના છાંયડે બેસી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાવાજોડા અને વરસાદ નો ભોગ બનશે. તો જવાબદારી કોની એક તરફ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો પાછળ કરોડો નું અધણ કરાય છે ત્યારે શું આવા સરકારી કાર્યક્રમો માં સરકારી અધિકારીઓ કે નેતાઓ ને લીંબોદરા પ્રા શાળા ના વિદ્યાર્થીઓ ની દયનિય સ્થિતિ નહીં દેખાઈ હોય ત્યારે શિક્ષણ તંત્ર જાગૃત થાય અને ખુલ્લા માં ઝાડ નીચે ભય સાથે ભણતર લેતા વિદ્યાર્થીઓ માટે ઝડપી પાકું મકાન બને એવા પ્રયત્નો હાથ ધરાય એવી અગ્રણી ગ્રામજનો ની માગ છે