asd
27 C
Ahmedabad
Sunday, September 8, 2024

શું હવે દર્દીઓ શામળિયાના ભરોશે..!! શામળાજી રેફરલ હોસ્પિટલ 15 તારીખથી બંધ કરવાનો ટ્રસ્ટે નિર્ણય લીધો,કરાર રીન્યુમાં વિલંબ થતા


પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ અને કોંગ્રેસી અગ્રણી રાજેન્દ્ર પારઘીએ CM ને પત્ર લખી હોસ્ટિપટલની સેવાઓ કાર્યરત રહે તેવી માંગ કરી

Advertisement

શામળાજી રેફરલ હોસ્પિટલમાં દસ દિવસ અગાઉ ડાયાલીસીસ સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી ભીખુસિંહ પરમાર અને ધારાસભ્ય પી.સી.બરંડાએ કર્યું હતું

Advertisement

શામળાજી ટ્રસ્ટ સંચાલિત રેફરલ હોસ્પિટલનો કરાર રીન્યુમાં વિલંબ થતા હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ અસમંજસમાં

Advertisement

શામળાજી રેફરલ હોસ્પિટલમાં 60થી ગ્રામ્ય વિસ્તારના લોકો આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ મેળવી રહ્યા છે

Advertisement

અરવલ્લી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રને 20 વર્ષ અગાઉ ઓલ ઇન્ડિયા મુવમેન્ટ ફોર સેવા સંસ્થા નામના ટ્રસ્ટ સાથે એમઓયુ કર્યા હતા ટ્રસ્ટ રાજ્ય સરકાર બંનેના સહયોગથી રેફરલ હોસ્પિટલ કાર્યરત હતી શામળાજી રેફરલ હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા હસ્તગત કર્યા પછી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્યલક્ષી સેવાઓ માટે સુદ્રઢ બની હોવાની સાથે સમયાંતરે અનેક નિઃશુલ્ક સારવાર કેમ્પ કરતા અને નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાથી આજુબાજુના 60થી વધુ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહી છે ટ્રસ્ટનો કરાર પૂર્ણ થતા સરકારે ટ્રસ્ટનો કરાર રીન્યુ નહીં કરતા ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલમા 15 જુલાઈથી તેની સેવાઓ સમાપ્ત કરવાનો નિર્ણય લેતા લોકોમાં આક્રોશ છવાયો છે

Advertisement

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી અને આજુબાજુના પંથકમાં આદિવાસી ગ્રામ્ય વિસ્તારો મોટા પ્રમાણમાં છે શામળાજી ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રનું ઓલ ઇન્ડિયા મુવમેન્ટ ફોર સેવા સંસ્થા નામના ટ્રસ્ટ દ્વારા છેલ્લા 20 વર્ષથી સંચાલિત કરવામાં આવે છે શામળાજીના આજુબાજુના 60 જેટલા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને આરોગ્યલક્ષી લાભ મળી રહે છે દરરોજ 300થી વધુ દર્દીઓ રેફરલ હોસ્પિટલમાં સારવાર લેતા હોય છે દર વર્ષે 6 હજારથી વધુ ઓપીડી અને 1500 જેટલા દર્દીઓ દાખલ થઇ સારવાર મેળવતા હોય છે દર્દીઓ માટે આ આશીર્વાદ રૂપ હોસ્પિટલ અનુદાન અભાવે બંધ થવાના સમાચાર વાયુવેગે લોકોમાં પ્રસરી જતા ભારોભાર રોષ ઉભો કર્યો છે

Advertisement

Advertisement

શામળાજી રેફરલ હોસ્પિટલમાં થોડા દિવસ અગાઉ કિડનીની ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને ડાયાલીસીસ માટે મોડાસા કે હિંમતનગર સુધી જવું ન પડે તે માટે ડાયાલીસીસ સેન્ટર ચાલુ કરવામાં આવતા લોકોમાં ભારે આનંદ છવાયો હતો જો કે સરકારે ટ્રસ્ટનો કોન્ટ્રાકટ રીન્યુ નહીં કરતા કે પછી અગમ્ય કારણોસર કોન્ટ્રાકટ રિન્યુમાં વિલંબ થતા આગામી 15 જુલાઈ થી ખંભાતી તાળા લાગી જશે તાજેતરમાં હોસ્પિટલ સંચાલક મંડળ દ્વારા હોસ્પિટલ ખાતે નોટિસ મૂકી દેવામાં આવી છે ત્યારે આ નોટિસ ને પગલે આ વિસ્તારના દર્દીઓ અને લોકોમાં સરકારની કામગીરી સામે ભારોભાર નારાજગી લાગણી પ્રસરી જવા પામી છે

Advertisement

Advertisement

શામળાજી હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ બંધ કરવાનો ટ્રસ્ટે નિર્ણય કરતા 60 જેટલા ગામના જરૂરિયાત અને ગરીબ દર્દીઓ ભગવાન ભરોશે તો નહીં રહેવું પડે ની ચિંતા સતાવી રહી છે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ટ્રસ્ટ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ નહીં આપવામાં આવે તો ન છૂટકે દર્દીઓને મોડાસા,હિંમતનગર, ઇડર, ભિલોડા સહીત મોટા શહેરોમાં મોંઘીદાટ સારવાર લેવા મજબુર બનવું પડે તો નવાઈ નહીં..? ચિંતા પ્રસરી જવાની સાથે આ વિસ્તારના દર્દીઓ માટે આ આશીર્વાદ રૂપ હોસ્પિટલ અનુદાન અભાવે બંધ થવાના સમાચાર વાયુવેગે લોકોમાં પ્રસરી જતા ભારોભાર રોષ ઉભો કર્યો છે વિસ્તારના લોકો સરકાર દ્વારા આ હોસ્પિટલને અનુદાન આપી ચાલુ રાખે તેવી માંગ વિસ્તારના લોકો અને સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે

Advertisement

15 જુલાઈથી ટ્રસ્ટે હોસ્પિટલ બોર્ડ પર નોટિસ ચિપકાવી દેતા જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારધીએ CMને પત્ર લખ્યો
ઓલ ઇન્ડિયા મુવમેન્ટ ફોર સેવા સંચાલિત રેફરલ હોસ્પિટલ આગામી ૧૫ જુલાઈ થી હોસ્પિટલ બંધ કરવા ટ્રસ્ટે નોટિસ મારી હોવાનાં માઠાં સમાચાર વાયુવેગે લોકોમાં પ્રસરી જતા મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું હતું કે શામળાજી ટ્રસ્ટ સંચાલિત સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ 300 જેટલા દર્દીઓ સારવારનો લાભ મળી રહ્યો છે ટ્રસ્ટ દ્વારા મોતિયા અને ક્ષતિગ્રસ્ત હોઠ માટે નિઃશુલ્ક પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા શામળાજી સામુહિક આરોગ્ય કેન્દ્રની સેવાઓ યથાવત રાખવામાં આવેની માંગ કરી હતી

Advertisement

ટ્રસ્ટીઓ શું કહે છે વાંચો
આ મામલે હોસ્પિટલ સંચાલક મંડળે જણાવ્યું હતું કે હોસ્પિટલ વર્ષ 2003 થી કાર્યરત છે અને છેલ્લા 20 વર્ષથી વિસ્તારના દર્દીઓની સેવા કરી રહયા છીએ પરંતુ માર્ચ મહિનામાં અમારો કોન્ટ્રાકટ પૂરો થઇ ગયો છે જેને રીન્યુ કરવા વારંવાર સરકારમાં રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં નહિ આવતા ના છૂટકે હોસ્પિટલ આગામી 15 જુલાઈ ઓપીડી સમય બાદ બંધ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે બીજી તરફ હોસ્પિટલ બંધ ઠાવના સમાચારે હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓની રોજગારીનો પણ મોટો સવાલ ઉભો થતા કર્મચારીઓએમાઁ પણ ચિંતાનો માહોલ છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!