asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

શ્રીખડાયતા સોસાયટી મોડાસા આયોજિત કૃપા શ્રી યમુનાજીની નાટ્ય પ્રયોગ મોડાસામાં યોજાયો


નાટકની શરૂઆતમાં રાષ્ટ્ર ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંગલાચરણ સોસાયટીની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું.આ નાટકમાં મોડાસા ઉપરાંત ઉભરાણ, બાયડ, ધનસુરા, મેઘરજ, તલોદ તથા આજુબાજુના ગામના વૈષ્ણવ સંપ્રદાયના સૌ વૈષ્ણવો એ આ નાટકને ઉત્સાહપૂર્વક, ભક્તિભાવથી, શ્રધ્ધા અને વિશ્વાસ થી માણ્યું હતું.સેવા સત્સંગ સમર્પણ ની ભાવના પ્રગટ કરતું પુષ્ટિ પ્રાણ સમા 252 વૈષ્ણવ પૈકી ભક્તિ સુધા કિશોરી બાઈના જીવન ચરિત્ર ઉપર આધારિત શ્રદ્ધા ભક્તિભાવ દ્રઢ આશ્રય અને આસ્થાની અલૌકિક ગાથા નાટકમાં રજૂ થઈ હતી.

Advertisement

નાટકની શરૂઆતમાં 11000 આપનાર દાતા મેહુલ એન શાહ નું શાલ અને બૂકેથી સન્માન કરવામાં આવ્યું હતુ. 5000 ના દાતા ડૉ. નિસર્ગ શાહ, ડૉ. જયેશ શાહ, ડૉ. હિરેન શાહ અને ડૉ. જલ્પાબેન શાહ, નરેશ આર શાહ, તુષાર વી શાહ, પિયુષ આર શાહ ધનસુરા, પરેશ એન કોઠારી, ગૌરાંગ એચ શાહ, સોસાયટીના પૂર્વ પ્રમુખ અને 5000 ના દાતા મનિષ આર શાહ, પૂર્વ પ્રમુખ ભરત વી શાહ અને હર્ષદ બી કોઠારી, મ. લા. ગાંધી ઉ. કે. મંડળ ના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ વી શાહ અને સુભાષભાઈ એમ શાહ, નાટકના નિર્માતા મુકેશ ડ્રેસવાલા, કલાકાર મહેશ પંડયા, નાટકની ટીકીટના વિતરણ માં સહાય કરનાર વિપુલ શેઠ અને નરેશ સોની, નું ખેસ અને બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું. ખડાયતા સોસાયટીના પ્રમુખ જીતુભાઇ જે શાહ નું શાલ અને બુકે થી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનુ સુંદર સંચાલન કરનાર મુકુન્દ એસ શાહ નું બુકે અને ખેસ થી સન્માન કરવામાં આવ્યું હતું. નાટકના મધ્યાંતર માં તમામને ચા અને બિસ્કીટ આપવામાં આવ્યા હતા. બિસ્કીટ પ્રીતિ કેયુર શાહ અને પિનલ મેહુલ શાહ તરફથી આપવામાં આવ્યાં હતા. આશરે 800 વૈષ્ણવો એ નાટક ને માણ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!