asd
31 C
Ahmedabad
Friday, September 13, 2024

કાર ફૂટબોલની માફક ફંગોળાઈ કારનો કડૂચાલો નીકળી ગયો કારનો દરવજો ખુલી જતા યુવકનું મોત : ભયાનક ફિલ્મી દ્રશ્ય જેવો અકસ્માત


 

Advertisement

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ સિક્સલેન હાઇવે પર ઠેર ઠેર ખાડા પડી જતા ચોમાસાની ઋતુમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે રાજસ્થાન તરફથી પુરપાટ ઝડપે પસાર થતી કારના ચાલકે સુનોખ ગામ નજીક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ત્રણ ચાર પલ્ટી ખાઈ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ રોડ પર ધડાકાભેર પટકાતા કારનો ડોર ખુલી જતા કાર ચાલક યુવક ફંગોળાઈ જતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું સદનસીબે કારના અન્ય બે દરવાજા લોક રહેતા કારમાં સવાર બે યુવકોનો આબાદ બચાવ થયો હતો અકસ્માતની નરી આંખે ઘટના નિહાળનાર લોકો જાણે એક મિનિટ્સ માટે ફિલ્મી દ્રશ્ય જોતા હોય તેવો આંચકો અનુભવ્યો હતો અકસ્માતના પગલે ટીંટોઈ પોલીસ સ્થળ પર પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના તાજપુર કેમ્પ ગામનો અજય વિઠઠલભાઈ નાડીયા તેના બે મિત્રો સાથે કંપનીના કામકાજ અર્થે શનિવારે સવારે રાજસ્થાન ગયા હતા અજય નાડીયાને કંપનીનું કામકાજ પૂર્ણ થતા પરત ફરતા કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા સુનોખ ગામ નજીક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બે ત્રણ પલ્ટી ખાઈ ડિવાઈડર સાથે ભટકાઈ હવામાં ફંગોળાઈ રોંગ સાઈડ હાઇવે પર પટકાતા કારનો ડ્રાઇવર સાઈડ દરવાજો ખુલી જતા અજય નાડીયાના શરીરે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર લોહીની નદીઓ વહી જતા સ્થળ પર મોત નીપજ્યું હતું કારમાં સવાર અજય નાડીયાના બંને મિત્રોને નાની-મોટી ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર લેવાની ફરજ પડી હતી અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ટ્રાફિકજામ થઇ ગયો હતો ટીંટોઈ પોલીસે મૃતક કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!