સમગ્ર રાજ્યમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે.જેમાં સૌથી વધુ અરવલ્લીનાં જીલ્લામાં મેઘરાજાની ધુંઆધાર બેટીંગ શરૃ કરતાં ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ ભારે વરસાદને લઈ મોડાસા શહેરના જાહેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.મોડાસા શહેરની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે પાણી ફરી વળતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો નગરપાલિકાની અણ આવડતના લીધે અન્ય સોસાયટીના પાણી ભુગર્ભ ગટરમાં જવાનો બદ્લે બેક મારતા સોસાયટી બેટ વિસ્તારમાં ફેરવાઈ હોવાનો સોશ્યલ મીડિયામાં જાગૃત યુવકોએ ઉભરો ઠાલવ્યો હતું બાયડ અને ધનસુરા પંથકમાં મેઘ મહેરથી ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા
મોડાસા,ધનસુરા અને બાયડ પંથકમાં 3 થી 5 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તતરો બેટમાં ફેરવાયા હતા કેટલાક ગ્રામ્ય વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો જીવ બચાવવા ઉંચાણ વાળા સ્થળે દોડી ગયા હતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેતીને પણ પારાવાર નુકશાન થવાનો ભય પેદા થતા ખેડૂતો ચિંતિત બન્યા હતા જીલ્લાના મેઘરજ,માલપુર અને બાયડ પંથકમાં શ્રી કાર વર્ષથી ખેડૂતોમાં આનંદ છવાયો છે સતત વરસી રહેલા વરસાદથી કુવાના તળ ઊંચે આવ્યા હતા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક તળાવ છલકાયા હતા તો અન્ય તળાવોમાં નવા નીર આવ્યા છે જીલ્લાના ડેમમાં પણ પાણીની અવાક શરુ થતા પાણીનું તોળાઈ રહેલ સંકટ ટળ્યુ છે જીલ્લામાં આવેલ નદીઓમાં ઘોડાપુર આવતા તમામ નદીઓ બે કાંઠે વહેતા લોકો નદીના નીર જોવા ઉમટ્યા હતા