અરવલ્લી જીલ્લા સહીત ઉપરવાસમાં મેઘરાજા મહેરબાન થતા સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબકતા નદી-નાળા છલકાયા છે જીલ્લામાં ભારે વરસાદના પગલે વાત્રક નદી બે કાંઠે વહેતા વાત્રક નદીમાં જોધપુર ગામ નજીક આવેલ સુપ્રસિદ્ધ ઝાંઝરી ધોધ જીવંત બનાવની સાથે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતા અરવલ્લી જીલ્લા પોલીસ દ્વારા સોશ્યલ મીડિયામાં વિડિઓ બનાવી હાલ ઝાંઝરી ધોધ જોવા કે પછી નાહવા કોઈએ આવવું નહિ તમારી અમૂલ્ય જીંદગી જોખમમાં મુકશો નહીં તમારી જીદગી તમારા અને પરિવાર માટે અમૂલ્ય હોવાની અપીલ કરી છે
સમાચારોના સતત અપડેટ્સ માટે અમારી YouTube ચેનલ Mera Gujarat સબસ્ક્રાઈબ કરશો.
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના આંબલીયારા પીએસઆઈ એસ.ડી.માળીએ ઝાંઝરી ધોધ જીવંત થતા કોઈ અનહોની ઘટના ન બને તે માટે ઝાંઝરી ધોધ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે ઝાંઝરી ધોધમાં નાહવા જતા અનેક યુવાનોએ જીંદગી ગુમાવવી પડી છે ધોધનું આહલાદક સૌંદર્યને નિહાળવા લોકો દૂર દૂરથી ઉમટી પડતા હોય છે ત્યારે આંબલીયારા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મિલન પટેલે દ્વારા સોશ્યલ મીડિયામાં લોક જાગૃતિ ફેલાવતો વિડીયો બનાવી વાયરલ કર્યો છે જેમાં લોકોને હમણાં ઝાંઝરી ધોધમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી નાહવા કે જોવા આવવું નહીં ની નમ્ર અપીલ કરી છે.