અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, જેને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોડાસા નગર પાલિકાએ પ્રિ મોન્સૂન પ્લાનિંગના મોટા દાવાઓ કર્યા હતા, પણ આ દાવાઓ ફુગ્ગાની જેમ ફૂટી ગયા છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી એકપણ કામ ટકી શક્યા ન હોય તેવું લાગ્યું, એટલું જ નહીં મોડાસા ચાર રસ્તા ટાઉન હોલ નજીક ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેને લઇને રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
સમાચારોના સતત અપડેટ્સ માટે અમારી YouTube ચેનલ Mera Gujarat સબસ્ક્રાઈબ કરશો.
તો બીજી બાજુ મેઘરજ રોડ પર આવેલી યશ સોસાયટીમાં પાલિકાની સૌથી મોટી ગટર યોજના પણ વરસાદી પાણીમાં બાળમરણ થયું હોય તેવું લાગ્યું, અહીં યોગ્ય પૂરણ કરવામાં નહીં આવતા મોટો ભૂવો પડ્યો હતો, જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જોકે પાલિકાની આ અંગે જાણ થતાં તાબડતોબ ટીમ મોકલીને ખાડો પૂરી દીધો હતો, જેને લઇને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સમાચારોના સતત અપડેટ્સ માટે અમારી YouTube ચેનલ Mera Gujarat સબસ્ક્રાઈબ કરશો.
આ સાથે જ મોડાસાના મેઘરજ રોડ, મોડાસા નગર પાલિકા જવાનો માર્ગ, ડીપ વિસ્તારમાં મારવાડી વાસ જવાનો માર્ગ ડુઘરવાડા ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી, જેને લઇને લોકોએ પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો.