આદિવાસી સેવા સમિતિ,શામળાજી, તાલુકા- ભિલોડા, જીલ્લા-અરવલ્લી ની મિટીંગ તારીખ-08/07/2023ના રોજ સ્વ. શ્રી નૃસિંહભાઈ મ. ભાવસાર ના નિવાસ સ્થાને બહાર ચોપાડમાં યોજાઈ ગઈ. સૌ પ્રથમ સ્વ. નૃસિંહભાઈ ભાવસાર ની સમાધિ પર તેમના આત્મા ને શાંતિ મળે તેવી પી.ટી.આર પર નોધાયેલ કારોબારીના હાજર સભ્યો એ પ્રાર્થના કરી. પછી 10:30 કલાકે મિટીંગ ની શરૂઆત થઇ. તારીખ 08/07/2023ની મિટીંગ માં હાજર રહેવા પી.ટી.આર પર નોંધાયેલ 10 સભ્યો ને એજન્ડા બજાવી રજીસ્ટ્રર એ. ડી. થી જાણ કરેલ હતી. પરંતુ સંચાલક શ્રી લૉક મારી જતા રહેલા. પી.ટી.આર.પર નોંધાયેલ બહુમતી ના 06 સભ્યો હાજર રહી મિટીંગ માં એજન્ડા પ્રમાણે અને અધ્યક્ષ સ્થાનેથી રજુ થયેલ બાબતોની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી બહુમતીથી સંસ્થાના હિતમાં નિર્ણયો લેવાયા. અને નવા સંચાલક શ્રીની નિમણૂંક કરવામાં આવી. પી.ટી.આર.પર નોંધાયેલ કુલ 10 સભ્યોમાંથી 06 સભ્યો હાજર રહ્યા હતા. 04 સભ્યો ગેરહાજર રહ્યા હતા.