ગોધરા,
પંચમહાલ જીલ્લાના શહેરા,ગોધરા,હાલોલ,કાલોલ, સહિત સમગ્ર તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદને કારણે ખેડુતો ડાંગરના ધરૂની રોપણીમાં જોડાયા હતા.ગત વર્ષ કરતા આ વર્ષ વરસાદ સારો પડતા ખેડુતો દ્વારા વહેલા ડાંગરના ધરૂની રોપણી શરૂ કરી દેવામા આવી છે.આ વખતે ડાંગરની સારી એવો પાક થવાની આશા જાગી છે. ખેડુતો પોતાના પરિવારો સાથે ડાંગરની રોપણીમાં વ્યસ્ત બન્યા છે.
પંચમહાલ જીલ્લામાં પાછલા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે.જેમા શહેરા, મોરવા હડફ કાલોલ, હાલોલ, જાંબુઘોડા સહિતના તાલુકાઓમાં પણ નોધપાત્ર વરસાદ થવા પામ્યો છે. પાછલા બે દિવસથી અવિરત મેઘમહેર થવા પામી છે. વરસાદને કારણે ધરતીપુત્રો દ્વારા ખેતીકાર્યમાં વેગને વધારવામા આવ્યો છે. મકાઈ,તુવેર સહિતના પાકની રોપણી કરી દીધા બાદ હવે ડાંગરના પાકની રોપણી માટે ખેડુતો પણ રોપણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા. તેની આતુરતાનો અંત આવ્યો હતો. ગ્રામીણ વિસ્તારમાં વરસાદને કારણે ખેતરો પણ પાણીથી છલોછલ છલકાઈ ગયા હતા. ખેતરોમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા.સાથે કોતરોમાં પણ વરસાદી પાણીથી વહેતા થયા હતા.તળાવોમા પણ નવાનીર જોવા મળ્યા હતા. ખેડુતો પણ પોતાના પરિવાર સાથે ડાંગરના ધરૂની રોપણીમાં જોતરાયા છે. ડાંગરનો પાક મુખ્ય પાક માનવામા આવે છે.ડાંગરની વિવિધ પ્રકારની જાતની રોપણી કરતા હોય છે. ગત વર્ષના જુલાઈ મહિના કરતા આ જુલાઈ મહિનામાં વરસાદના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.. અન્ય તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદ નોધાયો હતો. હાલમા વરસાદને કારણે રોજીંદુ જનજીવન પણ પ્રભાવિત બન્યુ છે.વરસાદને કારણે શહેરા તાલુકામા આવેલા પાનમડેમમાં પણ પાણીની આવકમાં ઘીમેઘીમે વધારો જોવા મળી રહ્યો છે.