29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines EXCLUSIVE : તુમ્હારે શેઠ ટીંકિયા કો બોલના કોઈ ભી પુલીસવાલા આયે તો...

EXCLUSIVE : તુમ્હારે શેઠ ટીંકિયા કો બોલના કોઈ ભી પુલીસવાલા આયે તો ખાના ખીલાને કે નહીં કહી હોટલ પર ફાયરિંગ, કાર સળગાવી

0
287

SMCએ દારૂની લાઈનનો પર્દાફાશ કરતા હોટલ માલિકે બાતમી આપી હોવાની અદાવતમાં ફાયરિંગ
શામળાજીના અણસોલ નજીક આવેલી અંબર હોટલ પર રાજસ્થાની બુટલેગરોના ત્રણ સાગરીતોએ ફાયરિંગ કરી, ત્રણ ચાર કારના કાચ તોડી એક કાર સળગાવી
SP સંજય ખરાત શામળાજી પોલીસ પોલીસ સ્ટેશન પહોંચ્યા, ઘટનાની ઝીણવટભરી માહિતી લીધી
હોટલના મેનેજરને પિસ્તોલનો બટ માથામાં મારતા લોહીલુહાણ

અરવલ્લી જીલ્લાના શામળાજી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ બુટલેગરો બેફામ બન્યા છે થોડા દિવસ અગાઉ સ્ટેટ મોનેટરીંગ સેલે અણસોલ નજીક ચાર લકઝુરિયસ કારમાંથી વિદેશી દારૂની લાઈનનો પર્દાફાશ કરતા દારૂની લાઈન ચાલવતા રતનપુર ઠેકવાળો બલદેવરામ જાટ અને શકાજી ડાંગી સામે ગુન્હો નોંધાતા બુટલેગરોએ અંબર હોટલના માલિક ટીંકિયાએ બાતમી આપી હોવાની કે પછી SMCની ટીમે અંબર હોટલમાં રોકાઈ હોવાની અદાવતમાં બંને બુટલેગરોના ત્રણ સાગરીતો ગત રાત્રીએ સ્વીફ્ટ કારમાં પહોંચી એક શખ્સે હોટલ કર્મી પર ફાયરિંગ કરી બટ મારી બે શખ્સોએ હોટલ આગળ ઉભેલી બે ત્રણ કારના કાચ ફોડી નાખી એક કારને સળગાવી દઈ ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાઇરલ થયા હતા જેમાં ત્રણે શખ્સો બેફામ બની ઘટનાને અંજામ આપી કારમાં ફરાર થઇ ગયા હતા શામળાજી પોલીસે ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાં આવેલી અંબર હોટલ પર સોમવારે રાત્રીના 11 વાગ્યાના સુમારે ત્રણ શખ્સો સ્વીફ્ટ કારમાં પહોંચી સ્વીફ્ટ કાર રોડ કિનારે ઉભી રાખી કારમાંથી એક શખ્સ હાથમાં રિવોલ્વર સાથે હોટલ કાઉન્ટર પર પહોંચી ફાયરિંગ કરતા કારના કાચ તૂટી ગયા હતા હોટલ મેનેજરને ધમકી આપી પિસ્ટલ તાક્યા બાદ પિસ્ટલનો બટ મારતા હોટલ મેનેજર રંગુસિંહ મસંગસિંહ રાઠોડ લોહીલુહાણ થઇ ગયા હતા કારમાંથી અન્ય એક શખ્સ દંડા વડે હોટલ બહાર પડેલી ગ્રાહકોની બે ત્રણ કારના કાચ તોડી નાખી તેમજ હોટલમાં તોડફોડ કરી દંગલ મચાવી અન્ય શખ્સે કાર પર પ્રવાહી છાંટી આગ લગાડી દેતા કાર ભડભડ સળગી ઉઠી હતી પિસ્તોલ ધારક શખ્સે જતા જતા હવામાં ગોળીબાર કરી ભયનો માહોલ સર્જી ફરાર થઇ ગયા હતા હોટલ પર બુટલેગરોના સાગરીતોના આતંકથી હોટલ સ્ટાફ અને ગ્રાહકો ફફડી ઉઠ્યા હતા અને નાસભાગ મચી હતી હોટલ પર ફાયરિંગ કરનાર ત્રણે શખ્સો રવિવારે રાત્રે હોટલ પર જમવા આવ્યા હતા અને હોટલ કર્મીને તુમ્હારા શેઠ કહા ગયા ઔર પુલીસકા બાતમીદાર બન ગયા હૈ ઔર હમારે શેઠ કી ગાડીયા પકડાવતા હૈ કહીં તુમ્હારે શેઠ ટીંકિયા કો બોલ દેના કોઈ ભી પુલીસ વાલે કો હોટલ પર ખાના ખીલાને કા નહીં ઔર હમારે શેઠ કે બીચ મૈં આયા તો ફાયરિંગ કર કે માર ડાલેંગેની ધમકી આપ્યા બાદ બીજા દિવસે ફાયરિંગ કરી આતંક મચાવ્યો હતો

શામળાજી પોલીસે અંબર હોટલના મેનેજર રંગુસિંહ માસંગસિંહ રાઠોડની ફરિયાદના આધારે ત્રણ અજાણ્યા ઈસમો સામે ઇપીકો કલમ -307,324,427,435,504,506(2),34,120 (બી) તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ત્રણે હુમલાખોરોને ઝડપી પાડવા કવાયત તેજ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!