અરવલ્લી જિલ્લામાં સરકાર ભ્રષ્ટાચાર મી માજા મૂકી હોય તેવી રીતે વિવિધ કામો ભ્રષ્ટાચાર ની પોલ બહાર લાવે છે ત્યારે હાલ તો મેઘરજ તાલુકાના બેડજ ગામે વાંઘા પર ગરનાળુ બનાવામા આવ્યું હતું જે ગણતરીના દિવસોમાં જ તૂટ્યું છે ત્યારે હલકી ગુણવતા વારા કામો થી હાલ તો લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે જેમાં પ્રથમ વરસાદે જ ગરનાળા તેમજ ઉપર બનાવેલા રોડમાં વાપરવા માં આવેલા મટીરીયલ પોલ ખોલી નાખી હતી તો બીજી બાજુ હાલ તો ગરનાળુ બનાવ્યા ને એક મહિનો પણ નથી થયો તેવી વાત વહેતી થઇ છે ત્યારે ગરનાળુ બનાવવા માં મોટા પ્રમાણ માં કટકી થઈ હોવાની પણ લોક ચર્ચા ચાલી રહી છે હાલ તો ગરનારુ તૂટતાં લોકો ને અવર જવર માટે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે અને વાંધા થી બીજી પાર નો સંપર્ક તૂટ્યો હતો ત્યારે આ બાબતે યોગ્ય તપાસ થાય તે જરૂરી બન્યું છે