માલપુર દાતા ટીમ્બા શાળાની હાલત દયનીય,ધોરણ 1 થી 5 ની શાળામાં માત્ર એકજ વર્ગ ખંડ
Advertisement
અરવલ્લી જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમા જાણે શિક્ષણ ની હાલત કફોડી બની હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે એક નવીન શિક્ષણ નીતિ સામે અનેક પડકારો આવી રહ્યાં છે તો વરી શાળાની હાલત જોતો વિધાર્થીનું ભાવિ અંધકારમય બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે વાત છે અરવલ્લી જિલ્લામાં આવેલ માલપુર તાલુકાની દાતા ટીમ્બા ગામની પ્રાથમિક શાળા ની જ્યાં ધોરણ 1 થી 5 ની શાળા છે જેમાં હાલ 43 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ ગામના જાગૃત નાગરિક ના જણાવયા અનુસાર શાળાના જુના ઓરડાઓ પાડી નાંખે ત્રણ વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છે અને શાળામાં હાલ માત્ર એકજ વર્ગ ખંડ છે જેના કારણે ચોમાસની ઋતુમાં વિધાર્થીઓ ને ક્યાં બેસી અભ્યાસ કરાવો તે પ્રશ્ન ઉભો છે, આ બાબતે પહેલા પણ તાલુકા TPO તેમજ TKN સહીત અનેક લોકો એ શાળાની મુલાકાત લઇ ચુક્યા છે પરંતુ આ બાબતે હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જે બાબતે વારંવાર વાર સમાચાર પત્રો દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને આખરે માલપુર તાલુકાની દાંતા ટીમ્બા પ્રાથમિક શાળામાં ટી પી ઓ એ બીટ નિરીક્ષક તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ ની સાથે બીટ નિરીક્ષક અધ્યક્ષતામાં વાલીઓ તેમજ SMC કમિટી સાથે બેઠક મળી હતી જેમાં તંત્ર દ્વારા શરત મુકવામાં આવી હતી કે બાળકોને ટ્રાન્સપોટેશન થી અલગ શાળામાં અભ્યાસ માટે મુકવામાં આવે ત્યારે આ બાબતે આ શરત વાલીઓ એ ઠુકરાવી હતી જેમાં આજના શિક્ષણ યુગમાં શું વિધાર્થીના અભ્યાસ માટે શરતો મુકવામાં આવે છે શું શિક્ષણમાં પણ શરત..?જેવા પ્રશ્નો હાલ ઉભા છે જેમાં તાત્કાલિક ધોરણે શાળાના ઓરડાઓ બનાવવા વાલીઓ ની માંગ સેવાઈ રહી છે અને શાળાના ઓરડા બાબતે વાલીઓ લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા તાત્કાલિક ધોરણે શાળાના ઓરડાઓ બનાવવા માંગ છે ત્યારે કહી શકાય કે સાજ સજેલી કાચ વાળી ઓફિસો માં બેસતા બાબુઓ બાળકો અને વાલીઓની પીડા સમજી સત્વરે શાળાના ઓરડાઓ બનાવવા તજવીજ હાથ ધરે તે જરૂરી છે
વિગતે જોઈએ તો આજે પણ શાળાની દયનીય હાલત જોવા મળી રહીBત્યારે સવાલ એજ છે કે કે શાળાના હજુ વર્ગ ખંડો બનતા નથી ત્યારે હાલ તો શાળાના વિધાર્થીઓ રહેઠાણના મકાનમાં બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા છે ધોરણ 1 થી 3 શાળાના એક વર્ગ ખંડમાં બેસી અભ્યાસ કરવા મજબુર છે અને શાળામાં હાલ 43 જેટલા વિધાર્થીઓ અભ્યાંસ કરી રહ્યાં છે ચોમાસુ આવ્યું છતાં હજુ શાળામાં વિધાર્થીઓ વર્ગ ખંડ થી વંચિત છે અને ભીનામાં ક્યાં બેસવું એ પણ સવાલ છે ત્યારે આ બાબતે શાળાના ઓરડાઓ કેમ નથી બનતા એ સવાલ ઉભો છે હાલત વિધાર્થીઓને ભણવું છે પણ વર્ગ ખંડ નથી તો પછી ક્યાંથી ભણશે વિધાર્થીઓ ત્યારે આ બાબતે તંત્ર ઝડપથી વર્ગ ખંડ બનાવે તેવી માંગ સેવાઈ રહી છે