અરવલ્લી જીલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાએ ધબધબાટી બોલાવતા જીલ્લાના અનેક રોડ-રસ્તા પર મસમોટા ખાડા પડી જતા વિકાસના કામોની પોલ ખુલ્લી પડી ગઈ છે મોડાસા શહેરના ગણેશપુર (હજીરા) વિસ્તારમાંથી બાજકોટ ગામ અને બાજકોટ છાપરા સહીત બાયપાસ રોડને જોડતા શોર્ટકર્ટ રોડ પર મસમોટું ગાબડું પાડવાની સાથે ઠેરઠેર ખાડા પડી જતા ખાડામાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બાજકોટ તળાવ નજીક પડેલા મોટા ખાડાના પગલે બાજકોટ ગામના લોકોએ બાયપાસ કે મોડાસા શહેરના માર્ગે જવું પડતા ત્રણ કિમિ થી વધુનો ધરમધક્કો ખાવો પડતા તંત્ર દ્વારા ઝડપથી માર્ગની મરામત કરવામાં આવેની માંગ ઉઠી છે
મોડાસા શહેરના ગણેશપુરા (હજીરા) વિસ્તાર થી બાજકોટ ગામને જોડાતો આરસીસી રોડના પ્રવેશદ્વાર પર મોટા મોટા ખાડાઓ પડી જતા રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ખાડામાં પડી જવાની દહેશત પેદા થઇ છે બે દિવસ અગાઉ રોડ પર પડેલા ખાડામાં નિર્દોષ રાહદારી કે વાહન ચાલક ખાબકે નહીં તે માટે સ્થાનિક જાગૃત નાગરિકે રોડ પર ટ્રેકટરની આડશ મૂકી રોડ બંધ કરવાની ફરજ પડી હતી રોડ પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા કાદવ-કીચડ ના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બાજકોટ ગામના લોકોએ તંત્ર દ્વારા રોડ પર પડેલા ખાડાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવેની માંગ કરી છે
બાજકોટ ગામના યુવા અગ્રણી મહેશ ઠાકોરના જણાવ્યા અનુસાર ગણેશપુર થી બાજકોટ ગામ અને બાજકોટ છાપરા ગામને જોડતા આરસીસી રોડ પર મસમોટા ખાડા પડી જતા અને આગળ ડામર રોડના પણ ખસ્તા હાલ થતા રોડ પરથી પસાર થતા વાહનચાલકો ડર સાથે પસાર થવા મજબૂર બન્યા છે ખાડાઓના પગલે લોકોએ ગણેશપુર થી બજકોટ જવા માટે ત્રણ કિમીથી વધુના ધરમધક્કા ખાવા પડે છે રોડ પર પડેલા ખાડાઓ કોઈ નિર્દોષ વાહનચાલકનો ભોગ લે તે પહેલા તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવેની ઉગ્ર માંગ કરી છે