સોમવારે માર્કેટ શરૂ થયા બાદ રોજિંદો ઉપયોગ થતો હોય તેવા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શાકભાજીના ભાવમાં પ્રતિ મણ 400થી 500 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. પહેલાંથી જ મોંઘા શાકભાજી મોંઘા થયા છે. ટમેટાં 1700 કિલો મીટર દૂર બેંગ્લુરુથી આવે છે.
વટાણા સીમલાથી, કોથમીર ઈન્દોરથી આવે છે.ટ્રકોમાં શાકભાજી આવતાં હોવાથી ડીઝલનો ખર્ચો વધી જાય છે.જે ફેરિયા પાસેથી શાકભાજી ખરીદતી મહિલા પાસેથી વસૂલવામાં આવે છે. મહત્ત્વનું છે કે, ટ્રાન્સપોર્ટનો ખર્ચો વધવાથી અને વધુ વરસાદ થવાથી શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. મહત્ત્વનું છે કે, ગત શુક્રવારે ટમેટાંનો ભાવ 1400-2000 રૂપિયા પ્રતિ 20 કિલો હતો. જે બે દિવસમાં જ વધીને 1500-2500 રૂપિયા પ્રતિ 20 કિલોએ પહોંચ્યો છે.
ટામેટાની વાત કરીએ તો હાલ મુંબઈ અને બેંગ્લોર ખાતે જ ટામેટા છે, જે દેશ આખામાં પુરા પડે છે અને એટલે જ ભાવ વધેલા છે. બીજું કે અન્ય રાજ્યમાં વધારે વરસાદ થવાથી પાકને નુકસાન થયું છે અને શોર્ટ સપ્લાયના કારણે ભાવમાં ભડકો થયો છે અને આગામી દિવસોમાં પણ ભાવ વધેલા જ રહેવાના છે, એકાદ મહિના બાદ ભાવ કાબુમાં આવે તેવી સંભાવના છે.આગામી દિવસોમાં વરસાદ ઓછો કે વધુ થશે તો પણ ભાવ વધશે. અગાઉ શરૂઆતમાં ઓછા અને બાદ,આ અતિવૃષ્ટિથી ભાવમાં વધારો જોવા મળ્યો છે.
ભારે વરસાદના કારણે પાકમાં કીટ આવવાના કારણે મોટાભાગનો પાક નાશ પામ્યો હતો.જમીનની નીચે ઉગાડવામાં આવતી ડુંગળી અને આદુ જેવી શાકભાજીને પણ ખરાબ હવામાનનો ફટકો પડ્યો છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત દેશના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે અનેક પાકને નુકસાન થવાની આશંકા છે.
સીંગતેલના ભાવમાં ફરી રૂ.20નો વધારો ઝીંકવામાં આવ્યો છે. વધતી જતી મોંઘવારીને લઇને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે તો જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે.
આમ, ટામેટા સહિત તમામ શાકભાજીઓ અને તેલ ના ભાવ આસમાને પહોંચી જતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખાવાના ફાંફા પડી ગયા છે.
ગત ત્રણ દિવસ સુધીના શાકભાજીના ભાવ( પ્રતિ 20 કિલો)
શાકભાજી 7 તારીખ 10 તારીખ
ટમેટા 1400-2000 રૂ. 1500-2500 રૂ.
કોથમરી 1700-2000 રૂ. 1800-2500 રૂ.
કાકડી 350-750 રૂ. 450-1100 રૂ.
વટાણા 1200-1600 રૂ. 1300-2050 રૂ.
મેથી 1400-1800 રૂ. 1700-2200 રૂ.
લીલા મરચા 700-1350 રૂ. 1100-1800 રૂ.
આદુ 2500-3150 2500-3400 રૂ.