અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રકમાં બિન ઉપયોગી પશુ આહારની
પ્લાસ્ટિકની બેગની આડમાં ઘુસાડાતો 19.55 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલકને કોર્ડન કરી દબોચી લીધો હતો શામળાજી પોલીસને પશુ આહારની આડમાં ઘુસાડાતો વિદેશી દારૂના નુસ્ખાને નિષ્ફળ બનાવી પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે શામળાજી પોલીસે વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ ટ્રકમાં દારૂ ભરી આપનાર પંજાબના બે બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
શામળાજી PSI વી.વી.પટેલ અને PSI વી.ડી.વાઘેલાએ તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતા ટ્રકમાં બિનઉપયોગી પશુ આહારની પ્લાસ્ટિકની બેગની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરી ટ્રક પંજાબથી નીકળી રતનપુર બોર્ડર પરથી પસાર થવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની દારૂ ભરેલી ટ્રકની વોચ ગોઠવી હતી બાતમી આધારિત ટ્રક આવતા અટકાવી ટ્રક ચાલક ગુરિંદ્રસીંઘ જયસિંઘ કશ્યપ (રહે,ખુસરોપૂર,પંજાબ)ને દબોચી લઇ ટ્રકમાં બિનઉપયોગી પશુ આહારની પ્લાસ્ટિકની બેગની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ- 12540 કીં.રૂ.1955232/- નો જથ્થો જપ્ત કરી ટ્રક, ,મોબાઈલ મળી કુલ રૂ.2757232/-નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર પંજાબના બુટલેગર રોહન અને રઘુ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા