asd
27 C
Ahmedabad
Wednesday, July 24, 2024

સાબરકાંઠા : કબૂતરબાજીની ઘટના, પ્રાંતિજ વાઘપુરના યુવકને અમેરિકા મોકવાનું કહી 20 લાખ રૂપિયા બે એજન્ટે ખંખેરી લીધા


વાધપુરના ઇસમ ને અમેરીકા મોકલવાનુ કહીને ૨૦ લાખ પડાવ્યા પ્રાંતિજ ના વાધપુર ના ઇસમ ને અમેરીકા મોકલવાનુ કહીને વિશ્વાસ ધાત-છેતરપીંડી કરતા બે વિરૂધ્ધ પોલીસ ફરીયાદ થઈ
પત્ની દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બે ઇસમો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરી મહેસાણા અને અમદાવાદ ના ઈસમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુનોનોંધી તપાસ હાથ ધરી
અમેરીકા લઈ જવા માટે ૭૦ લાખ નક્કી થયા હતા જેમા ૨૦ લાખ એડવાન્સ આપ્યા હતા, પ્રાંતિજ પોલિસે એક આરોપી એજન્ટની ધરપકડ કરી

Advertisement

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વાધપુર ના ઈસમને અમેરિકા મોકલવાનો ભરોસો આપી ૨૦ લાખ એડવાન્સ મા લઇ અમેરીકા નહી મોકલી આપતા પત્ની દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બે વિરૂધ્ધ પોલીસ ફરીયાદ થઈ છે

Advertisement

પ્રાંતિજ ના વાધપુર ખાતે રહેતા ભરતભાઇ બાબરભાઇ રબારીને મહેસાણા ખાતે રહેતા દિવ્યશ કુમાર ઉર્ફે મનોજ કુમાર પટેલ તથા અમદાવાદ ખાતે રહેતા મહેન્દ્રભાઇ ઉર્ફે એમડી બળદેવભાઇ પટેલ દ્રારા ભરતભાઇ ને વર્ક પરમીટ વિઝા ઉપર અમેરિકા લઈ જવા માટે વિશ્વાસ મા લઈને ૭૦ લાખ માં નકકી કરેલ અને ૨૦ લાખ એડવાન્સ લઇ અને ૫૦ લાખ અમેરિકા પોહચી ને કમાઇ કમાઇ આપવાનુ નકકી થયુ હતુ અને પહેલા એડવાન્સ ૨૦ લાખ લઇને ચેતનાબેન ના પતિ ભરતભાઇ ને મુંબઈ , એમ્સટ ર્ડમ (નેધરલેન્ડ ),પોર્ટ ઓફ સ્પેન પછી ડોમિનિકા સુધી લઈ જઈ અમેરિકા નહી મોકલી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા ભરતભાઇ ના પત્ની ચેતનાબેન દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા દિવ્યેશ કુમાર ઉર્ફે જોની મનોજ કુમાર પટેલ રહે બી/૨૦૧ બાલા હાઈટ ફ્લેટ સ્વામિનારાયણ મંદિર પાછળ નાગલપુર મહેસાણા ગામ મહેસાણા , તામહેસાણા , જિમહેસાણા મુળ રહેઉમિયા નગર સોસાયટી મગુના તાજીમહેસાણા તથા મહેન્દ્રભાઇ ઉર્ફે એમડી બળદેવભાઇ પટેલ હાલ રહેબી/૫ ૩૦૧ આર્યવીલા એપાર્ટમેન્ટ ન્યુ રાણીપ અમદાવાદ , ગામઅમદાવાદ તાઅમદાવાદ ગ્રામ્ય , જિઅમદાવાદ ગ્રામ્ય મુળ રહેડીગુચા તા કલોલ જિગાંધીનગર વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસે બન્ને વિરૂધ્ધ આઇપીસીકલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પીઆઇ પીપીવાધેલ દ્રારા હાથધરી હતી જેમા પ્રાંતિજ પોલીસે એજન્ટ દિવ્યેશ પટેલ ને ઝડપી પાડયો હતો અને તેને પ્રાથમિક પુછપરછ મા પોલીસ ને બતાવ્યુ હતુ કે ડોમિનિકા થી દરીયાઇ માર્ગે જવા નિકળેલ એ દરમિયાન તે ઝડપાઇ જવા પામ્યા છે સેન્ટ લુસીયા ટાપુ પર હોવાનુ પોલીસ ને પ્રાથમિક પુછપરછ માં બતાવ્યુ હતુ તો પોલીસ દ્રારા બીજા આરોપી ની શોધશોળ હાથધરી હતી

Advertisement

ફરિયાદ ચેતનાબેન દેસાઈ
પાંચ મહિના બાદ પોલીસને ભરત દેસાઈની પત્નિ ચેતનાબેન દેસાઈએ ફરિયાદ નોંધાવતા તપાસ શરુ કરી છે પ્રાંતિજ પોલીસે આરોપી દિવ્યેશ મનોજભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ બળદેવભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે યુવક ભરત દેસાઈ 9 લોકોના સમુહમાં અમેરિકા જવા માટે નિકળ્યો હતો જેની સાથે એજન્ટે 8 લોકોનો ભેટો કરાવ્યો હતો જેમાં 2 મહિલાઓ સામેલ હતી આ તમામ લોકોનો તેમના પરિવાર સાથે સંપર્ક થઈ શકતો નહીં હોવાનુ વાતચિતમાં ચેતનાબેન દેસાઈએ જણાવ્યુ હતુ સમૂહમાં સાથે નિકળેલા અન્ય લોકો નારદીપુર, ઉત્તરસંડા અને મહેસાણા વિસ્તારના હોવાનુ ફરીયાદીએ વાતચિત દરમિયાન બતાવ્યુ હતુ

Advertisement

સાબરકાંઠા પોલીસે શરુ કરી તપાસ
એસપી વિશાલકુમાર વાઘેલાએ મામલાની ગંભીરતાને લઈ તપાસ તેજ કરી છે અને સૌથી પહેલા યુવકો ક્યા સ્થળે ફસાયેલા છે એ અંગેની તપાસ શરુ કરી છે આ માટે વિવિધ એજન્સીઓનો અને કચેરીઓનુ સંકલન કરીને લોકેશન મેળવવા માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે આ અંગેની પ્રાથમિક વિગતો મીડિયાને સાબરકાંઠા પોલીસે આપી હતી

Advertisement

પ્રાંતિજ પોલિસે એક આરોપી એજન્ટની ધરપકડ કરી
આરોપી દિવ્યેશ પટેલે પ્રાથમિક પુછપરછમાં પોલીસને બતાવ્યુ હતુ કે, ડોમિનિકા થી દરીયાઈ માર્ગે જવા નિકળેલ એ દરમિયાન તે ઝડપાઈ જવા પામ્યા છે સેન્ટ લુસીયા ટાપુ પર હોવાનુ પોલીસને પ્રાથમિક પુછપરછમાં બતાવ્યુ હતુ પોલીસે હવે બીજા આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી શરુ કરી છે

Advertisement

અમેરિકા જવા મોકલેલ માણસોની યાદી (બે મહિલા સહિત સાત પુરૂષ)
અંકિત કુમાર કાન્તીભાઇ પટેલ- ઉ.વર્ષ-૩૩ રહે.નારદીપુર કલોલ ગાંધીનગર , કિરણ કુમાર તુલસીભાઇ પટેલ (બંસીભાઇ પટેલ ઉ.વર્ષ-૪૧ , રહે. આબલીયાસણ ,જિ મહેસાણા હાલ અમદાવાદ , અવનીબેન જીતેન્દ્ર કુમાર પટેલ ઉ વર્ષ-૩૧ રહે.સરઢવ તા.જી.ગાંધીનગર , સુધીરકુમાર હસમુખભાઇ પટેલ ઉ.વર્ષ. ૨૯ રહે હેડુવા તા.જી.મહેસાણા , પ્રતિકભાઇ હેમતભાઇ પટેલ ઉ.વર્ષ-૨૮ રહે ઉત્તર સંડા નડિયાદ-ખેડા , નિખિલ કુમાર પ્રહલાદભાઇ પટેલ ઉ.વર્ષ-૨૪ રહે સીપોર તા.વડનગર જી.મહેસાણા , ચંપાબેન ફતેસિંહ વસાવા તુલસીભાઇ પટેલ ઉ.વર્ષ-૪૨ આબલીયાસણ જીતેન્દ્ર.મહેસાણા હાલ અમદાવાદ , ધુવરાજસિંહ બળવંતસિંહ વાધેલા ઉ.વર્ષ-૨૦ નારદીપુર તા.જી.ગાંધીનગર , ભરતભાઈ બાબરભાઇ રબારી (દેસાઇ) ઉ.વર્ષ- ૩૭ રહે વાધપુર તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!