ભિલોડા,તા.૧૨
ભિલોડા જન સેવા સંધ સંચાલિત એન.આર.એ કન્યા વિદ્યાલયમાં કન્યાઓને યુનિફોર્મ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો.
સ્વ. આનંદીબેન મથુરદાસ અને સરલાબેન અમૃતલાલ પંડયા ચેરીટેબલ ટ્રસ્ટ, ભિલોડા સંચાલક મંડળના હર્તાકર્તા પ્રકાશભાઈ પંડયા,રશ્મીબેન પંડયા તરફથી યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
સામાજીક આગેવાન પ્રફુલભાઈ ઉપાધ્યાય,ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન પ્રમુખ જીતકુમાર ત્રિવેદી,ઉપ પ્રમુખ રામઅવતાર શર્મા,ભિલોડા જન સેવા સંધ સંચાલક મંડળના ટ્રસ્ટી ગિરીશભાઈ ઉપાધ્યાય,રોહિતભાઈ ત્રિવેદી,ભરતભાઈ ત્રિવેદી,હર્ષદભાઈ ત્રિવેદી સહિત સામાજીક કાર્યકરો રાજેશભાઈ પંડયા,દિપકભાઈ ત્રિવેદી,દિલીપકુમાર વચેતા,શૈક્ષણિક સ્ટાફ પરીવારની ઉપસ્થિતિમાં કન્યાઓને યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
ભિલોડા – અમદાવાદના બ્રાહ્મણ સમાજના સેવાભાવી કાર્યકર રશ્મીબેન પ્રકાશભાઈ પંડયાએ જરૂરિયાતમંદ દર્દીને
કિડની નું દાન કરેલ હોય તેઓનું સામાજીક અને શૈક્ષણિક આગેવાનોએ વિશેષ સન્માન કર્યું હતું. સામાજીક આગેવાન પ્રફુલભાઈ ઉપાધ્યાય એ એન.આર.એ કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓને સન્માન સ્વરૂપે રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા.