શહેરા,
ગુજરાત સરકાર તરફથી મળતું સુરક્ષા કવચ એટલે રાષ્ટ્રિય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ.જેનો ઉદ્દેશ કોઈ ખામી સાથે જન્મેલા બાળકોને તરત જ સારવાર આપીને તેને દૂર કરીને સામાન્ય બાળકની માફક જીવન જીવી શકે.અને મૃત્યુદર ઘટી શકે.શહેરા તાલુકામાં આ કાર્યક્રમ અંતર્ગત ટીમ દ્રારા 490 બાળકોને શોધી કાઢીને તેમને જરુરી સારવાર આપીને નવજીવન બક્ષી સાચા અર્થમાં સામાજીક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં વિભાગની ટીમ દ્વારા રાષ્ટ્રિય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંર્તગત પ્રશંસનિય કામગીરી કરવામા આવી છે. સરકારની આ યોજનાનો તાલૂકાના બાળકોને પણ લાભ મળ્યો છે.રાષ્ટ્રિય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની શહેરા ટીમ દ્વારા ખોડખાપણ અને શારિરીક ખામી ધરાવતા બાળકોનું વિવિધ શાળાઓ-આંગણવાડીઓમાં જઈને અને હોમ સ્ક્રીનિંગ કર્યું જેના ભાગરૂપે ટીમે યોજના આવ્યા પછી અત્યાર સુધીમાં 490 જેટલા બાળકોને શોધી કાઢ્યા હતા.આ બાળકોને વિવિધ પ્રકારના સારવાર અને ઓપરેશન કરાવામા આવ્યા હતા.અને તેમને એક નવા જીવનની શરૂઆત કરાવી સામાન્ય જીંદગી જીવવા લાયક કર્યા હતા.ચાલુ વર્ષ એક એપ્રિલથી આજ સૂધીમાં ટીમ દ્વારા 19 બાળકોને શોધી કાઢ્યા હતા.તેમને ઓપરેશન કરાવીને સારવાર કરવામા આવી હતી.જેમા હ્દય સબંધિત ઓપરેશન,કરોડરજ્જૂ,મોતીયો,મુકબધિર,કપાયેલા હોઠ,વાકા વળી ગયેલા પગ જેવી ગંભીર બિમારીઓનો સમાવેશ થાય છે. જે કામગીરી તાલુકા નોડલ ડૉ હેમાંગ જૉષી અને તમામ ટીમ ના ડોક્ટર અને તમામ સ્ટાફ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ ભરતભાઈ ગઢવી ની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કરે છે.