19.9 C
Ahmedabad
Sunday, February 9, 2025

અરવલ્લી : જ્ઞાન સહાયક ભરતી રદ કરી કાયમી સરકારી ભરતીની માંગ સાથે પ્રવાસી શિક્ષકની ભરતીમાં ટાટ પાસ ઉમેદવારને અગ્રીમતા આપો


એકજ વાત.. પ્રવાસી શિક્ષક તરીકે કાર્યરત રાખો કાતો જ્ઞાન સહાયક ભરતી રદ કરો અને કાયમી શિક્ષકો ની ભરતી કરો અરવલ્લી જિલ્લામાં પ્રવાસી શિક્ષકો અને ટાટ પાસ ઉમેદવારનો અગ્રીમતા આપવા બાબત જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું

Advertisement

પ્રવાસી શિક્ષકોનો આશરે 80 ટકા શિક્ષકો ટાટ પાસ છે છતાં તેમનું શોષણ કરવામાં આવે છે બોર્ડની પરીક્ષા બાદ એપ્રિલ મહિનામાં કાયમી શિક્ષક સહાયકો બોર્ડના પેપર તપાસવા ગયા હતા તો જિલ્લાની ઘણી ખરી શાળામાં સૌથી વધુ ભાર પ્રવાસી શિક્ષકો પર હતો જેમને ધોરણ નવ અને અગિયારની પરીક્ષામાં પણ એક શિક્ષક તરીકેની ફરજ અદા કરી પરીક્ષા પણ સારી રીતે પૂર્ણ કરી હતી કેટલીક શાળામાં પ્રવાસી શિક્ષકોનું મહેનતાણું માર્ચ અને એપ્રિલ નુ આદિન સુધી આપવામાં આવ્યું નથી. બીજી બાજુ નવું સત્ર ચાલુ થતા પ્રવાસી શિક્ષકો વિદ્યાર્થીઓના હિત માટે કાર્યરત થયા હતા પ્રવાસી શિક્ષક તરીકે જૂન જુલાઈ મહિનામાં આજ દિન સુધી વગર મહેતાને શિક્ષણકાર્ય ચાલુ રાખ્યું છે તેમ છતાં પ્રવાસી શિક્ષકોની સરકાર દ્વારા એનઓસી આપવામાં આવી નથી.ગુજરાત સહિત અરવલ્લી જિલ્લામાં હજુ પણ કેટલીક શાળાઓ છે જો માત્ર આચાર્ય અને પ્રવાસી શિક્ષક થીજ શાળાઓ કાર્યરત છે ત્યારે આવા કિસ્સામાં આજે પણ પ્રવાસી શિક્ષકોએ પોતાના પગારની પરવાહ કર્યા વગર વિદ્યાર્થીઓના હિત માટે આજે પણ તેઓ શિક્ષણકાર્ય આપી રહ્યા છે બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા જે નવી શિક્ષણનીતિ અમલમાં કરવામાં આવી આજે સરકાર નવી શિક્ષણનીતિ અનુસાર ભરતી કરવા વિચારણા કરી રહી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે નવી શિક્ષણનીતિ પહેલા જે ટાટ પાસ ઉમેદવારો છે તેમનું શું તેઓની માર્કશીટ આજે એક પસ્તી સમાન ગણાય છે કારણકે એ સમયના એવા કેટલાય ઉમેદવારો છે જેમને 120 થી પણ વધુ ગુણ આવ્યા છે ત્યારે આ નવી શિક્ષણ નીતિ ની અંદર શિક્ષક પ્રવાસી શિક્ષક,અને જ્ઞાન સહકાય ની ભરતીમાં જે પહેલા ટાટ પાસ ઉમેદવારો હતા તેમનું પણ સમાવેશ કરવામાં આવે અને કોઈપણ ટાટ પાસ ઉમેદવાર ભરતીથી વંચિત ન રહે તે બાબતે સરકારે યોગ્ય વિચારવું જોઈએ.આગામી સમયમાં સરકાર દ્વારા આ બાબતે યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો તમામ ટાટ પાસ ઉમેદવાર ગાંધી ચિંધ્યા માર્ગેએ આંદોલન કરશે અને જો એમાં કોઈ પણ ઘટના કે કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની તેમજ જે તે જવાબદારી તંત્રની રહેશે ત્યારે આ બાબતે ઝડપથી યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી દરેક ટાટ પાસ ઉમેદવારોની અરજ છે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જુના પ્રવાસી શિક્ષકોને ઓર્ડર આપવાની જાહેરાત કર્યા પછી આજ દિન સુધી અપાયા નથી માત્ર સરકાર દ્વારા લોલીપોપ આપવામાં આવી છે.

Advertisement

બીજી તરફ હાલ જે જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા કોન્ટ્રાક્ટ બેજ પર કરવા માટે સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં હાલ ઉમેદવારોનો સખ્ત વિરુદ્ધ છે ત્યારે હાલ જ્ઞાન સહાયક ની જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે જેમાં નવી શિક્ષણનીતિ પહેલા પાસ થયેલા ટાટ ઉમેદવારો તેમજ નવી શિક્ષણ પછી પાસ થયેલા તમામ ટાટ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે તે જરૂરી છે અને જ્ઞાન સહાયક ભરતી રદ કરવામાં આવે અને પ્રવાસી શિક્ષક તરીકે એનઓસી આપવામાં આવે

Advertisement

બીજી તરફ ખેલ સહાયક ભરતીમાં 2006 થી ડીગ્રી વાળા અને પી ટી શિક્ષક લેવાના બંધ કર્યા છે તો તેમની ઉંમર 40 ઉપર થઈ જાય છે તો આ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં વય મર્યાદાની છૂટછાટ આપવી, વધુમાં જેતે ઉમેદવાર ની 40 વર્ષની ઉપર ઉંમર થવામાં સરકાર જ જવાબદાર છે વય મર્યાદામાં વધારો કરવા બાબત ખેલ સહાયકમાં સરકારે ભરતી કરી જ નથી અને હવે કરે તો તે વય મર્યાદા બાદ કરે છે તો જે તે ઉમેદવારો એ ડીગ્રી લીધેલ છે એનું શું..? એ બાબતે સરકાર જવાબ આપે જે પ્રવાસી શિક્ષકો આદિન સુધી સેવા આપી રહ્યા છે જેઓ ટેટ તથા ટાટ બંને પરીક્ષાઓ ઉંમરના દૂર અને પરીક્ષા આપી શક્યા નથી તેમ છતાં સેવા આપી રહ્યા છે હવે ઉંમરના લીધે પરીક્ષા આપી શકતા નથી તો એમનું શું ખેલ સહાયકમાં છ વર્ષથી પરીક્ષા લેવામાં આવેલ જ નથી અને હવે લેવાય છે તો તેમાં વય મર્યાદામાં બાકાત રાખે છે તો તેઓને વય મર્યાદામાં છૂટછાટ આપવી જોઈએ બીજી તરફ સીપીએડ બીપીએડ ની ભરતી 2006 2007 થી બંધ કરેલ છે. હવે 11 મહિનાના કરાર પર 2023 માં કરવાની હોય તો સીધી જ ભરતી કરવી જોઈએ અન્યાય થવો જોઈએ નહીં 90% ખેલ સહાયકોની ઉંમર 40 ઉપર છે ઉંમર થવાનું કારણ સરકાર છે તો તેનો જવાબ સરકાર આપે બીપી એડ ખેલ સહાયક તરીકે માધ્યમિકમાં ભરતી થવી જોઈએ વય મર્યાદા ની છૂટછાટ સાથે. આ સાથે તમામ બાબતોને ધ્યાનમાં રાખી તેમજ ટાટ ઉમેદવારોનું હિતને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે પ્રવાસી શિક્ષકની ભરતી તેમજ કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવી તેવી હાલ તો માંગ સિવાય રહી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!