અરવલ્લી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યા બાદ જીલ્લાના હાઇવે અને અંતરિયાળ માર્ગો પર મસમોટા ખાડા પડી જતા રોડ પરથી પસાર વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે રોડ પર પડેલા ખાડાઓના પગલે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે મેઘરજ તાલુકાના સારંગપુર થી કાલીયાકુવા રોડ પર મોટા મોટા ખાડા પડી જવાની સાથે સ્થાનિક લોકોએ રોડ પર બેસીને રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો
મેઘરજ તાલુકાના રાજસ્થાન રાજ્યને અડીને આવેલ સારંગપુર થી કાલીયાકુવા સુધીનો 5 કિલોમીટર રોડ ખખડધજ બનતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે રોડ પર મસમોટા ખાડાઓ પડતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર ચોમાસાં રોડ ખાડામાર્ગ માં પરિવર્તિત થતો રહે છે ત્યારે ચાલુ વર્ષે પણ ખાડાઓ પડી જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા એક સપ્તાહમાં ખાડામાં પડવાથી કેટલાય વાહનોને નુકસાન પહોંચ્યો છે સદભાગ્યે મોટી દુર્ઘટનાઓ ટળી છે પણ કોઇ જવાબદારી લેવા તૈયાર નથી થતું અને રોડ બનાવવાની કે સમારકામ કરવાની જવાબદારી પણ તંત્ર નિભાવતું ન હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે સ્થાનિક ગ્રામજનો રોડ પર બેસી રામધૂન બોલાવી હતી અને ઝડપથી સમારકામ કરી રોડનું નવીનીકરણ કરવામાં આવેની માંગ કરી હતી જો તંત્ર દ્વારા રોડનું કામકાજ ઝડપથી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી