સોશિયલ મીડિયા એક એવુ માધ્યમ છે જ્યાં નાગરિકો પોતાની લાગણી કે વિચારોને જાહેરમાં આસાનીથી વ્યક્ત કરી શકે છે, આ માધ્યમનો ઉપયોગ અનેકવાર મુસીબત જેવી લગતી બાબતોને પણ હળવાશથી લેવાની તક પુરી પાડે છે અને હવે તો કોઈ પણ મુદ્દો હોય તે ભલે પછી આપત્તિ હોય કે સુખદ અવસર હોય પરંતુ તેના વિશે સોશિયલ મીડિયા પર રમુજી ટુચકા વાઇરલ થવા એ સામાન્ય બાબત બની ગઇ છે. અત્યારે દેશભરમાં ટામેટા સહીત શાકભાજીના વધી રહેલા ભાવો અંગે ચિંતજનક સ્થિતિ સર્જાવા પામી છે પરંતુ બીજી તરફ સોશિયલ મીડિયા પર નેટિઝન્સ “ટામેટાના ભાવ”ને લક્ષ બનાવીને વિવિધ પ્રકારના જોક્સ શે’ર કરી રહ્યાં છે. જોકે આ પણ પોતાનો વિરોધનો સૂર કે નારાજગી વ્યક્ત કરવાની અનોખી રીત છે. આજકાલ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર “ટામેટાના ભાવ” અંગે જે જોક્સ ફરી રહ્યાં છે તે પૈકી કેટલાંક અત્રે વાચકો માટે પ્રસ્તુત છે.
ટચૂકડી જાહેરખબર :
ત્રણ નંગ લાલઘુમ ટામેટા સાવ વપરાયા વગરના સિંગલ ઓનર તાત્કાલિક વેચવાના છે. દલાલ માફ
હું વિચારી રહ્યો છું કે ટામેટાં લેવું કે બિયર..
ભાવ બનેના સરખા છે…
પછી વિચાર્યું કે ટામેટાંથી પથરી થાય છે.
બિયરથી દૂર થઈ જાય છે..
આરોગ્ય સૌથી પહેલાં..!!
***
પાડોસણને ગુલાબ આપી આપીને
થાકી ગયો હતો…
આજે ૨ કિલો ટમેટા આપ્યા ત્યારે
માંડ માંડ મેળ પડ્યો ..
***
જીવનમાં ક્યારેય કોઈને નબળા નહીં સમજો…
કોણે વિચાર્યું હતું કે….
શાકભાજી સાથે રહેતા ટમેટાનું હવે ઉઠવું – બેસવું સફરજન સાથે થશે…!
***
રેસિપી લખવાની નવી રીત :
મીઠું મરચું હળદર ધાણાજીરૂ સ્વાદ પ્રમાણે..
અને શાકભાજી, ટામેટા, લીંબુ, આદુ ત્રેવડ પ્રમાણે..
**
ખુશ ખબર……….ખુશ ખબર………..
પેટ્રોલ થયું સસ્તું…..
ટામેટાથી..!
***
આમ તો હું નિયમિત શાક લેવા જાઉં છુ…
પણ આજે કંઈક નવોજ અનુભવ થયો…!!!
ટમેટાં અને આદુ વાળાની બાજુમાં….
બજાજ ફાઇનાન્સવાળો બેઠો તો…!!!
**
“I LOVE YOU ” લખીને લેટર
પાડોશીને ત્યાં નાંખીને આવી છું….
હવે એ જાણે અને એની વાઇફ!
ગઇકાલે રાત્રે સેન્ડવીચ માટે, મને એક
ટામેટુ નહોતું આપ્યું, હવે ભલે ભોગવે…
– એક ક્રોઘિત ગૃહિણી
આ ટામેટા હવે કેટલાંના ઘર ભાંગશે..?!
**
હવે તો ઘી ગોળના પણ ભાવ વધશે, કેમ કે… ટામેટું રે ટામેટું ઘી ગોળ ખાતુ તું….
***
હોમ લોન લેવા માટેના
ડોક્યુમેન્ટ…
આધારકાર્ડ,
પાનકાર્ડ,
બેંકની પાસબુક,
2 ફોટા,
પગાર સ્લીપ અને…
3 વર્ષના ફાઈલ કરેલ ઈન્ક્મ ટેક્સ રિટર્ન.
(ખાસ નોંધ : જો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરેલા ના હોય તો છેલ્લાં 15 દિવસના ટામેટા ખરીદીનું પાકું બિલ આપી શકાશે)
**
ઝોમાટો વિ. ટોમેટો
ઝોમાટોનો ભાવ
નવેમ્બર 2021: 150
અત્યારે : 75
ટોમેટોનો ભાવ
નવેમ્બર 2021: 75
અત્યારે : 150