28 C
Ahmedabad
Friday, September 22, 2023

IMPACT : મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ત્રણે તકલાદી RCC રોડ હવે ફરીથી બનશે, Mera Gujarat માં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર જાગ્યું 


મોડાસા નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન આશિષ પટેલે શહેરમાં બનતા RCC રોડમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવેનો હુંકાર કર્યો

Advertisement

મોડાસાની જલદીપ સોસાયટીમાં રોડનું કામકાજ શરૂ થતા લોકોએ Mera Gujarat નો માન્યો,નાલાંદા-2 સોસાયટીમાં પણ ટૂંક સમયમાં કામકાજ ચાલુ થશે

Advertisement

 

Advertisement

મોડાસા શહેરની નાલંદા-2 સોસાયટી થી 400 બંગ્લોઝ સુધી અને મેઘરજ રોડ પર આવેલી જલદીપ સોસાયટીથી ડીપી રોડને જોડતો બંને આરસીસી રોડ વિસ લાખ જેટલા રૂપિયાના ખર્ચે 20 દિવસ અગાઉ નવો રોડ બનાવવામાં આવ્યો છે તેમજ ઓમનગર સોસાયટીમાં પ્રથમ વરસાદમાં બંને રોડ પર સિમેન્ટનું લેયર ધોવાતાં કપચી-કાંકરા બહાર ઉખડીને આવતા કોન્ટ્રાકટર દ્વારા આરસીસી રોડ બનાવવા હલકી કક્ષાનું મટેરિયલ્સ અને નબળી ગુણવત્તા કામકાજ કરવામાં આવ્યું હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા આંખ આડે કાન કરવામાં આવ્યા હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું હતું ત્યારે આ અંગેના સમાચાર Mera Gujarat સહીત વિવિધ સમાચારમાં પ્રસિદ્વ થતા નગરપાલિકા તંત્ર દ્વારા જલદીપ સોસાયટીના આરસીસી રોડનો તકલાદી ભાગ ખોદી નાખી ફરીથી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

Advertisement

 

Advertisement

મોડાસા શહેરની નાલંદા-2 સોસાયટી, જલદીપ સોસાયટી અને ઓમનગર સોસાયટીમાં 20 દિવસ અગાઉ નવીન બનાવેલ આરસીસી રોડ પ્રથમ સામાન્ય વરસાદમાં ભ્રષ્ટાચારના પોપડા ઊખડ્યા પછી ધોધમાર વરસાદમાં બંને રોડ પરથી કપચી-કાંકરા ઉખડીને બહાર આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો આ અંગે Mera Gujaratમાં અહેવાલ પ્રસિદ્વ થતા નગરપાલિકા તંત્ર દ્વારા ત્રણે સોસાયટીમાં બનેલ આરસીસી રોડના ખરાબ ભાગને કાઢી નાખી એજન્સી પાસે ફરીથી બનાવવાનો આદેશ કરતા કોન્ટ્રાકટર દ્વારા જલદીપ સોસાયટીમાં આરસીસી રોડનો ખરાબ રોડ જેસીબીથી ખોદી કાઢી નવીન બનાવવા કામગીરી હાથધરી હતી

Advertisement

 

Advertisement

INBOX :- મોડાસા નાગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન આશિષ પટેલના જણાવ્યા અનુસાર

Advertisement

 

Advertisement

મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી નાલંદા-2, ઓમનગર અને મેઘરજ રોડ પર આવેલી જલદીપ સોસાયટીમાં નવા બનેલા આરસીસી રોડની ગુણવત્તા હલકી કક્ષાની સ્થળ તપાસ દરમિયાન જણાઈ આવતા આ અંગે ચીફ ઓફિસર અને ઈજનેરને તાકીદ કરતા રોડ પર કેટલાક ભાગમાં કામકાજમાં કોન્ટ્રાકટરે વેઠ ઉતારી હોવાનું જણાઈ આવ્યું હતું અને આ અંગે એજન્સી નોટિસ આપી હતી અને રોડના ખરાબ ભાગને નવીનીકરણ કરવામાં આવેશ અને નગરપાલિકા વિસ્તારમાં બનતા આરસીસી રોડમાં ગિરરીતી ચલાવી લેવામાં નહીં આવે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!