અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી પંથકમાં સ્કૂલમાં ફરજ બજાવતી પરણિત શિક્ષિકા પર તેની સાથે ફરજ બજાવતા શિક્ષકે બાઈક પર બેસાડી જંગલમાં લઇ જઈ મહિલા શિક્ષિકાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને નોકરી પણ નહીં કરવા દઉં કહી દુષ્કર્મ આચરી મહિલાને રોડ પર ઉતારી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી શિક્ષિકા પર સહકર્મીએ દુષ્કર્મ આચરતા શિક્ષિકા ફફડી ઉઠી હતી તેના પતિને સમગ્ર ઘટના અંગે જાણ કરતા તેના પતિએ હિંમત આપતા મહિલા શિક્ષિકાએ વિજયનગર પંથકના લંપટ શિક્ષક સામે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મી શિક્ષકને દબોચી લીધો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
ભિલોડા તાલુકાના શામળાજી પંથકની સ્કૂલમાં ફરજ બજાવતી શિક્ષિકાને શાળામાં ફરજ બજાવતો સહકર્મી લંપટ શિક્ષક ચાલુ સ્કૂલમાં તું મને બહુ ગમે છે અને મારે તારી સાથે લગ્ન કરવા છે અને તને સારી રીતે રાખીશ કહીં પજવણી કરતો હોવા છતાં શિક્ષિકા ધ્યાને લેતા ન હતા બુધવારે મહિલા સ્કૂલ છૂટ્યા પછી ઘરે જવા રોડ પર ઉભા રહેતા લંપટ શિક્ષક બાઈક લઇ શિક્ષિકા પાસે પહોંચી મારે પણ મોડાસા કામ છે તો ચાલો કહી શિક્ષિકાને બાઈક પર બેસાડી અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં બાઈક લઇ જતા શિક્ષિકાએ અહીં ક્યાં બાઈક લઈ જાવ છો કહીં વિરોધ કરતા શિક્ષકે દમદાટી આપી હું કહું ત્યાં તારે આવવું પડશે કહી જંગલમાં બાઈક ઉભી રાખી શિક્ષિકાને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરી દુષ્કર્મ આચરી મહિલાને રોડ પર મૂકી ફરાર થઇ ગયો હતો
શિક્ષિકા પર સહકર્મી શિક્ષકે દુષ્કર્મ આચરતા મહિલા ગભરાઈ ગઈ હતી અને ઘરે પહોંચી ગુમસુમ રહેતા અને અચાનક રડવા લાગતા તેનો પતિ ચોંકી ઉઠ્યો હતો રડવાનું કારણ પૂછતા મહિલાએ સમગ્ર ઘટનાનું વર્ણન કરતા શિક્ષિકાનો પતિ ચોંકી ઉઠ્યો હતો અને મહિલાને હિંમત આપી હવસખોર શિક્ષકને કાયદાના પાઠ ભણવવા ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં વિજયનગર પંથકના શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા ટીંટોઈ પોલીસે શિક્ષક સામે દુષ્કર્મનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી