30 C
Ahmedabad
Monday, March 17, 2025

પંચમહાલ : શહેરા સીએચસી સેન્ટર ખાતે દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પનુ આયોજન કરવામા આવ્યું


શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલા સીએચસી સેન્ટર ખાતે દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમા શહેરા તાલુકાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના લાભાર્થીઓને સર્ટિફિકેટ કાઢી આપવામા આવ્યા હતા.આ કેમ્પમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલા શહેરા સીએસચી ખાતે દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પ યોજાવામાં આવ્યો હતો. જેમાં વિવિધ શાખા ના નિષ્ણાંત જેવાકે હાડકા વિભાગ -કાન નાક ગળા વિભાગ -માનસિક રોગ વિભાગ -આંખ રોગ વિભાગ ના નિષ્ણાંત આવી લાભાર્થીઓ નુ તપાસ કરી એમની યોગ્યતા મુજબ વિકલાંગ સર્ટિફિકેટ કઢાવી આપવામાં આવ્યા હતા. આ દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પમાં કુલ 209 લાભાર્થીઓએ લાભ લીધો હતો.આ દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન નોડલ ડૉ હેમાંગ જૉષી અને આરબીએસકે ટીમ ના તમામ સ્ટાફ અને પીએચસીના આરોગ્ય વિભાગ કર્મચારીઓએ કર્યુ હતુ.શહેરા તાલુકા આરોગ્ય અધિકારી ડો. ભરતભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામા આવી હતી. સાથે સાથે શહેરા સીએચસીના અશ્વિનભાઈ રાઠોડ દ્વારા પણ સહયોગ આપવામા આવ્યો હતો. દિવ્યાગં સર્ટિફિકેટ કેમ્પ સફળ રહ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!