asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

પંચમહાલ :  નકલી પોલીસનો સ્વાંગ રચીને મુસાફરની બાઈક લુંટનારા નિવૃત SRP જવાનના પુત્ર સહિત બે ઇસમોને એસઓજી પોલીસે ગણતકીના કલાકોમાં દબોચ્યા


ગોધરા,
ગોધરા દાહોદ હાઇવે પાસે આવેલા ચંચેલાવ ગામ નજીક બાઈક લઈને જતા મુસાફર પાસેથી બે ઈસમો નકલી પોલીસનો સ્વાંગ રચીને મોબાઈલ અને બાઈક લુંટીને જતા રહ્યા હતા. આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોધાઈ હતી.સમગ્ર લુંટના મામલે એસઓજી પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામા આવ્યા હતા. આ મામલે એસઓજી પોલીસે બે ઈસમોને અટકાયત કરી બાઈક અન મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસસુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના વાલાગોટા ગામે રહેતા મુકેશભાઈ ખુમાનસિંહ ડામોર પોતાની બાઈક લઈને વડોદરા ખાતે મજૂરીકામ અર્થે જઇ રહ્યા હતા. મુકેશભાઈ દાહોદ ગોધરા હાઇવે પાસે આવેલ ચંચેલાવ ગામ નજીકથી પસાર થતી વખતે પોલીસનો યુનિફોર્મ પહેરેલા બે ઈસમોએ પ્લાસ્ટિકનો ડંડો બતાવીને મુકેશભાઇ ઊભા રાખીને મુકેશભાઈ સાથે બાઈકના કાગળો તેમજ ડ્રાઈવિંગ લાયસન્સની માંગણી કરી હતી. જેને લઇને બાઇકચાલકે બાઇક નવું ખરીધું હોવાથી બાઇકના કાગળ તેમજ લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું, પરંતુ લુંટના ઈરાદે આવેલા આ બંને ઈસમોએ મુકેશભાઇને બાઇક પરથી નીચે ઉતાર્યા હતા અને બાઇક પોલીસમથકે લેવા આવજે તેમ જણાવ્યું હતું, પણ મુકેશભાઈએ બંને ઇસમોને ઊભા રાખીને જણાવ્યું હતું કે તમે મારી બાઇક ક્યા પોલીસમથકે લઇ જાવ છો, મારે ગોધરામાં પોલીસ વિભાગમાં ઓળખાણ છે, તેમ કહીને મુકેશભાઈએ પોતાનો મોબાઈલ ફોન બહાર કાઢીને પોતાના ઓળખીતા પોલીસનો નંબર ડાયલ કર્યો હતો, જે અરસામાં એક ઈસમે મુકેશભાઇનો મોબાઇલ ફોન હાથમાંથી ઝુંટવી લીધો હતો અને બંન્ને ઈસમો મુકેશભાઇની બાઈક અને મોબાઇલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા, સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસનો સ્વાંગ રચીને મોબાઈલ અને બાઈકની લૂંટ કરનારા ઇસમોની ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેથી પંચમહાલ એસઓજી શાખા ના પી.આઈ આર એ પટેલની ટીમે નકલી પોલીસ બનીને લૂંટ કરનાર ઈસમોની શોધખોળ આદરી હતી જેથી બાતમી અનુસાર ગોધરા તાલુકાના ચંચેલાવ પાસેથી એસઓજી ની ટીમે ગણતરીની કલાકોમાં બંને નકલી પોલીસ ઇસમોને દબોચી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ દ્વારા નકલી પોલીસ બનીને અગાઉ લુંટ ચલાવી છે કે નહી તે દિશામા પણ તપાસ હાથ ધરી છે. આ પકડાયેલા આરોપીમાંથી એક ઈસમના પિતા નિવૃત એસઆરપીના જવાન હોવાનુ જાણવા મળ્યું છે. પુછપરછમાં વધુ ગુનાના ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા લાગી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!