43 C
Ahmedabad
Monday, May 20, 2024

USA જવા નિકળેલા 9 ગુજરાતીઓનો મામલો, પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ ખોલ્યા, ગૃહ વિભાગે હાથ ધરી કાર્યવાહી


પ્રાંતિજ તા.17|7|2023

Advertisement

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના વાધપુર ના ઇસમ સહિત અમેરિકા જવા નિકળેલા 9 ગુજરાતી લોકોનો છેલ્લા પાંચ માસથી સંપર્ક થઈ રહ્યો નથી હવે આ મામલામાં રાજ્યના ગૃહ વિભાગ મારફતે કેન્દ્ર સરકાર દ્વારા સંપર્ક કડીઓ મેળવવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે

Advertisement

જાન્યુઆરી મહિનામા અમેરિકા જવા નિકળેલા 9 ગુજરાતી લોકોનો છેલ્લા પાંચ માસથી સંપર્ક થઈ રહ્યો નથી હવે આ મામલામાં રાજ્યના ગૃહ વિભાગ મારફતે કેન્દ્ર સરકાર દ્વારા સંપર્ક કડીઓ મેળવવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ તપાસમાં ખોલ્યા છે અને તે બંને આરોપીઓ એનઆરઆઈ હોઈ હાલમાં અમેરિકા છે. જેમને લઈ લૂક આઉટ સર્ક્યુલર નિકાળવાની કાર્યવાહી કરવામાં આવી છે
9 ગુજરાતીઓ ગત જાન્યુઆરી માસમાં અમેરિકા જવા માટે નિકળ્યા હતા. ત્યારબાદ આ તમામ લોકો ગત 4 ફેબ્રુઆરીથી સંપર્ક વિહોણા બન્યા છે. જેને લઈ તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. પ્રાંતિજ પોલીસે આ મામલામાં તપાસનો ધમધમાટ શરુ કરતા એક બાદ એક બે આરોપીઓને ઝડપી લીધા છે, હવે મહેન્દ્ર પટેલને ઝડપી લેવા માટે ટીમો રચીને શોધખોળ શરુ કરી છે

Advertisement

રિસીવર મારફતે પહોંચવાનો પ્રયાસ
આ દરમિયાન પોલીસે વધુ એક રસ્તો અપનાવ્યો છે મિસીંગ લોકો સુધી પહોંચવા માટે. આ મુજબ પોલીસે હવે અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતા વિજય પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. તેના પહોંચવા માટે લૂકઆઉટ સર્ક્યુલર નિકાળવામાં આવ્યા છે. એનઆરઆઈ વિજય પટેલ આણંદના પેટલાદનો વતની છે અને તે અમેરિકા પહોંચતા જ આ નવ લોકોને રિસીવ કરનાર હતો. વિજય પટેલ ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા લોકોના રિસિવર તરીકેની ભૂમિકા નિભાવે છે. પોલીસે તેને આરોપી તરીકે આ ગુનામાં સામેલ કર્યો છે.પોલીસને આશા છે કે, વિજય પટેલ પાસેથી સેન્ટ માર્ટીનમાં આ તમામ નવ લોકો હકીકતમાં અટવાયા છે કે, કેવી સ્થિતીમાં છે, તેની વિગતો મળી શકે છે. પ્રાંતિજ પોલીસે વધુ એક આરોપી ધવલ પટેલનુ પણ નામ ફરિયાદમાં ઉમેર્યુ છે. ધવલ પટેલ ગાંધીનગરના કલોલ પાસેના નારદીપુર ગામનો છે. જે હાલમાં અમેરિકા જ સ્થાયી થયેલો છે અને તે એક મહિના પહેલા જ ગુજરાત આવીને પરત ફર્યો છે. ધવલ પટેલે ચાર વ્યક્તિઓને અમેરિકા મોકલવાના વચેટીયા તરીકે ભૂમિકા નિભાવી હતી. તેણે પ્રતિક, અવનિબેન, અંકિઅને ઘ્રુવરાજસિંહના એજન્ટ તરીકે ભૂમિકા નિભાવી હતી. પોલીસે ઘવલ પટેલના માટે પણ લૂક આઉટ સર્ક્યૂલરની કાર્યવાહી કરી છે

Advertisement

9 ગુજરાતીઓ કેવી સ્થિતી હશે એ ચિંતા
અગાઉ આરોપી દિવ્યેશ પટેલે બતાવ્યુ હતુ કે, તમામ 9 લોકોને સેન્ટ થોમસ પહોંચવાનુ હતુ. પરંતુ તેઓ ડોમિનિકાથી નિકળીને સેન્ટ માર્ટિનમાં જ ઝડપાયા છે. પરંતુ જે પ્રકારે પોલીસે હાલમાં કાર્યવાહી શરુ કરી છે, તેમાં કોઈ એજન્સીને આ પ્રકારની કડીઓ મળી રહી નથી. આમ હવે સવાલ એ છે કે, તમામ લોકો કેવી સ્થિતીમાં હાલમાં દિવસો ગુજારતા હશે અને તેઓ હાલમાં ગોંધી રાખવામાં આવ્યા હશે કે પછી ખરેખર જ ઝડપાઈ ગયેલા હશે એ કોઈ જ સ્પષ્ટતા થઈ રહી નથી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!