asd
32 C
Ahmedabad
Thursday, October 3, 2024

અરવલ્લી : મેઘરજના ડચકા ગામે ખેતરમાં મગર જોવા મળતા ખેડૂતો ફફડી ઉઠ્યા, વનવિભાગ તંત્રએ રેસ્ક્યુ કરી વાત્રક નદીમાં છોડી મુક્યો


 

Advertisement

અરવલ્લી જીલ્લામાં વાત્રક નદીમાં મોટી સંખ્યામાં મગરનો વસવાટ છે ચોમાસાની ઋતુમાં મગર વરસાદી પાણીમાં આજુબાજુના વિસ્તારોમાં તણાઈ આવતા હોય છે ત્યારે મેઘરજ તાલુકાના ડચકા ગામ નજીક ખેતરમાં મગર આવી ચઢતા દોડધામ મચી ગઈ હતી ખેતરમાં મગર હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યુ કરી વાત્રક નદીમાં છોડી મૂકયો હતો. મગર આવ્યાની વાતને લઈ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

Advertisement

મેઘરજ તાલુકાના ડચકા ગામના ખેતરમાં મગર ફરતો હોવાની જાણ મેઘરજ વનવિભાગને થતા મેઘરજ મહિલા આરએફઓ જ્યોત્સના ડામોર અને તેમની ટીમ ડચકા ગામમાં પહોંચી ખેતરમાં રહેલા મગરનું રેસ્ક્યુ ઓપરેશન કરી મગરને ઝડપી લીધો હતો અને વાત્રક નદીમાં મગરનો વસવાટ હોવાથી માલપુરની વાત્રક નદીમાં સહી સલામત છોડી દીધો હતો વનવિભાગ તંત્રએ મગરને ઝડપી લેતા ખેડૂતો સહીત ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!