હવામાન વિભાગે સપ્તાહમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરી છે રાજ્યમાં અનેક ઠેકાણે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અરવલ્લી જીલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ વિરામ લીધા બાદ મોડી રાત્રીએ મેઘરાજાનું આગમન થયું હતું દિવસે વાદળછાળું વાતાવરણ રહેતા લોકો અસહ્ય બફારા અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા
મોડાસા શહેર સહીત જીલ્લામાં છાસવારે વીજળી ડુલ થઇ જતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે બુધવારે સાંજના સુમારે ઘનઘોર વાતાવરણ બાદ વરસાદ વરસવાનો શરૂ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં મંગળવારે સાંજના સુમારે વરસાદી ઝાપટા પાડવાની સાથે મોડી રાત્રે મોડાસા,મેઘરજ અને માલપુર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો બુધવારે આકાશે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા પછી સાંજના સુમારે મેઘરાજાની શાહી સવારી પહોંચતા ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયા હતા અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ વરસાદના આગમનથી ઠંડક પ્રસરતા આનંદ છવાયો હતો વરસાદથી ખેતીમાં મકાઈ, સોયાબીન અને મગફળીના પાકને જીવતદાન મળ્યું છે